જિલ્લા કલેક્ટર દ્વારા ગામડાઓની મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 10:43:07
  • Views : 471
  • Modified Date : 2019-05-05 10:43:07

સરહદી વાવ તાલુકાનાં અનેક ગામડાઓમાં પીવાનાં પાણીની ભયંકર સમસ્યા સર્જાઈ છે. તો વળી દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાં માનવી સહિત પશુઓ અને પક્ષીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે. ત્યારે શનિવારે વાવ તાલુકાના માવસરી, કુંડાળીયા, ઢીમા, તખતપુરા, સમલીબેટ, અસારા, વાવ સહિતના ગામડાઓની ગૌશાળાઓની પણ મુલાકાત લીધી હતી. લોકો પાસેથી ગામની સમસ્યાઓ જાણી હતી અને સમસ્યાનો ઉકેલ લાવવા માટેની વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.વાવ તાલુકાના તખતપુરા (રામ આશરા)માં આવેલ શ્રી ધરણીધર ગૌશાળામાં જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર દ્વારા મુલાકાત લીધી હતી અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારનીઆકસ્મિક મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સરહદી વાવ તાલુકાના સમલીપુરામાં પીવાનાં પાણી અને ઘાસચારાનાં અભાવે ૪૦ ગાયોનાં મોતથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામી હતી. તો વળી મોડે મોડે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધ લઈને પીવાનાં પાણી સહિત ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે માવસરી ગામનાં મહિલા સરપંચે જી.કલેક્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરહદી માવસરી ગામમાં પીવાના પાણીના અભાવે મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે આમતેમ ભટકવું પડે છે. મનરેગાના કામો કરીએ છીએ પણ પીવાના પાણીના અભાવે ગામની મહિલાઓ જોડે ઝઘડાઓ થાય છે. તો પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી આપો. જિલ્લા વહીવટી તંત્ર સહિત વાવ મામલતદાર, ટીડીઓએ અછતગ્રસ્ત સરહદીની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.


Download Our B K News Today App



Related News