ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે ખેલમહાકુંભ અંતર્ગત ગ્રામ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 12:01:37
  • Views : 214
  • Modified Date : 2022-03-16 12:01:37

ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે ખેલમહાકુંભ અંતર્ગત ગ્રામ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ

 

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથો-સાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભ અંતર્ગત અનેક રામતોનું શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવે છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ રમત ગમત વિશે જાણતા થાય તે માટે ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભ 2022 નું ઉદ્ઘાટન કરી ખેલ મહાકુંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજથી ડીસા તાલુકામાં ખેલ મહાકુંભની શરૂવાત કરવામાં આવી છે.જેમાં આજે ડીસા શહેરમાં આવેલ સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે પણ આજે વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ૫૦થી પણ વધુ ભાઈઓ અને બહેનોએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો સૌપ્રથમવાર શાળા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારની વોલીબોલ સ્પર્ધા યોજાતાં વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કોરોનાવાયરસ ની મહામારી ના બે વર્ષ દરમિયાન સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન બંધ કરવામાં આવ્યું હતું જેના કારણે રમતવીરોમાં ખેલ મહાકુંભ બંધ રહેતા નિરાશા જોવા મળી હતી ત્યારે આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2022 નું બે વર્ષ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો જેના કારણે રમતવીરોમાં આનંદની લાગણી જોવા મળી હતી બે વર્ષ બાદ આજે  ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 2022 અંતર્ગત પ્રથમવાર વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ મેદાન પર ખેલદિલીપૂર્વક આનંદની લાગણી સાથે રમત રમતા જોવા મળ્યા હતા આ અંગે ખેલાડીઓએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસ ની મહામારી બાદ આજે પ્રથમ વાર અમે મેદાન પર વોલીબોલ સ્પર્ધા માટે વિદ્યાર્થીએ અને અમારા અંદર એક રમત ક્ષેત્રે આજે બે વર્ષ બાદ તો જોવા મળી રહ્યો છે.

 

 

Download Our B K News Today App



Related News