ડીસા શહેરમાં અનેક વિકાસ કામો થયાં છે ઃ શશીકાંત પંડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:33:52
  • Views : 460
  • Modified Date : 2021-02-27 11:33:52

ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન થનાર છે. ત્યારે શુક્રવારે પ્રચારના પડઘમ શાંત થયા હતા. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ
પંડ્યાએ ડીસા શહેરમાં
ભાજપના સત્તાકાળ દરમિયાન થયેલા વિકાસકામોની વાત કરી હતી. અને ભાજપને વોટ શા માટે આપવો જાેઈએ તે અંગે જણાવ્યું હતું.
આ અંગે બોલતા ધારાસભ્ય શશીકાંતભાઈ
પંડ્યાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ગુજરાતના બે પનોતા પુત્રોમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ જ્યારે બેઠા હોય ત્યારે દેશ સુરક્ષિત બન્યો  છે. જેમાં ધરતીના સ્વર્ગ સમાન કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરી છે. તો હિન્દુઓના આસ્થા સમાન ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે. પાકિસ્તાન તરફની થતી કનડગત અંગે બોલતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે પાડોશી દેશ આંતવાદને પોષી રહ્યો છે તે દુનિયા જાણે છે. ત્યારે કેન્દ્રની મોદી સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો હતો. આપણું લશ્કર સુરક્ષિત હશે તો આપણે સુરક્ષિત રહીશું તેમ ઉમેર્યું હતું.
જ્યારે ડીસા નગરપાલિકાની ચૂંટણી અંગે બોલતા તેઓ જણાવ્યું હતું કે, ભાજપના નાનામાં નાના કાર્યકરની મહેનત રંગ લાવી રહી છે. ડીસા પાલિકામાં પણ બે તૃતિયાંશ બહુમતિ સાથે ફરીથી ભાજપ સત્તામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગત બોડીમાં ડીસા શહેરમાં કરાયેલા વિકાસ કામો અંગે તેમણે જણાવ્યું હતું કે,
નર્મદાના પાણીનો રૂ.પ૬૪ કરોડનો પ્રોજેક્ટ આગથળા મુકામે આકાર લેશે. જ્યાં નર્મદાનું પીવાનું આરઓનું પાણી માટે ટાંકુ બનાવાશે. જેના માટે રૂ.દોઢ કરોડન લીટર પાણીનું ટાંકુ બનશે. પરિણામે ૧૦૦ જેટલા ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ બનશે. જેથી વધારાના પાણીના બોર બંધ થશે. અને ભૂગર્ભ જળ ઉંચા આવશે. જેમાં ડીસા શહેરનો પણ પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે.
ધારાસભ્યએ ડીસા શહેર વચ્ચેથી પસાર થતાં ફ્લાયઓવર અંગે જણાવ્યું હતું કે, અકસ્માતો વધતાં કેન્દ્ર સરકારમાં રજુઆત કરતાં સરકારે ૧૦પ પિલ્લર ઉપર દેશનો બીજા નંબરનો ચાર કિલોમીટર લાંબો રૂ.રપ૦
કરોડના ખર્ચે ફ્લાયઓવર બની રહ્યો છે. જેનું ટૂંક સમયમાં લોકાર્પણ પણ થશે. જેથી અકસ્માતો જેવી ઘટનાઓ ટાળી શકાશે.
ડીસાના ધારાસભ્યએ શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી
નીતિનભાઈ પટેલે શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાંન્ટ આપી છે. જેના થકી ભૂગર્ભ ગટર, સીસી રોડ, પીવાના પાણીની સુવિધા, ઘન કચરા નિકાલ, જાહેર શૌચાલયો, સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઈટ મુખ્ય માર્ગોની સફાઈ માટેની ગ્રાંન્ટ, પાણીના સમ્પ અને ઓવરહેડ ટાંકીઓ માટે ગ્રાંન્ટ ફાળવી ડીસા શહેરના વિકાસની ગતિને વેગ આપ્યો છે.
જ્યારે નાનામાં નાના વ્યક્તિને પીડા આપતો વિકાસ નકશો ભ્રષ્ટાચારની ખદબદતો હતો. જે અંગે અસરકારક રજૂઆત કરતાં મુખ્યમંત્રી વિજયભાઈએ શહેરજનોની લાગણી સમજીને તાત્કાલિક તેને રદ કરી નાંખ્યો હતો.
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, ડીસાની પ્રજાના ચહેરા હું વાંચી શકું છું. તેમને ભાજપને મત આપવાનું મન બનાવી લીધું છે. મને વિશ્વાસ છે કે, શહેરના સમજૂ અને શાણા મતદારો જંગી મતદાન કરીને વિકાસને મહોર લગાવશે. અને ડીસા પાલિકામાં ફરીથી ભાજપ બે તૃતિયાંશ બેઠકો હાંસલ કરી સત્તા સ્થાને બેસશે.

Download Our B K News Today App



Related News