યાત્રાધામ ઢીમા જિલ્લા પં.સદસ્ય દ્વારા રૂ.૧૭ લાખના વિકાસ કામોની વણજાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 12:07:22
  • Views : 401
  • Modified Date : 2019-10-17 12:07:22

સરહદી વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા જિલ્લા પંચાયત સદસ્ય પતિ હરેશભાઈ સાંમતાભાઈ પટેલ દ્વારા રૂ.૧૭ લાખના ખર્ચે વિવિધ વિકાસકીય કામો કરી રાજ્ય સરકારની લાખો રૂપિયાની ગ્રાંટનો લોકોને જાહેર સેવાઓ માટે ઉપયોગમાં આવે તેવી રીતે,આંબેડકરનગરમાં
પ્રોટેક્શન દીવાલ થકી ગામની શોભા વધારી છે. તો વળી શ્રી ઢીમણનાગ ગૌશાળામાં દીવાલની કામગીરીઓ, શ્રી રબારી સમાજની ધર્મશાળા આગળ બ્લોકની કામગીરીઓ સહિત ઢીમા ગામમાં પટેલવાસ વિસ્તારમાં પ્રોટેકશન દીવાલ કરી છે. ત્યારે વિકાસકીય કામો થકી યાત્રાધામની શોભા વધારી છે. પવિત્ર યાત્રાધામ ઢીમામાં સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા તૈયાર રહે છે.
યાત્રાધામ ઢીમામાં વિકાસકીય કામો થકી ગ્રામજનોને શહેર જેવી સુવિધાઓ મળે અને રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાંટનો
પુરેપુરો ઉપયોગ થાય લોકોની સુખાકારી વધે તે માટે પ્રયત્નશીલ રહે છે.  પવિત્ર યાત્રાધામ ઢીમામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે તેમજ ઢીમા સપ્રેડા ભોરોલ રોડ ગામમાંથી બને તે માટે થરાદ ખાતે પ્રભારી મંત્રી  ઈશ્વરભાઈને પણ લેખિત રજૂઆત કરી હતી. તેમજ ઢીમા ભાખરી રોડ નજીક નડતરરૂપ નાળાને હટાવી મોટા બોક્ષ નાળા બને તેવી પણ માંગણી કરી છે. ત્યારે વિકાસકીય કામો થકી જિલ્લા પંચાયત સીટના અનેક ગામડાઓમાં પણ લોકચાહના ધરાવે છે.

Download Our B K News Today App



Related News