ડીસા તાલુકા સંઘની દુકાનોમાં વિકાસ ફાળાનો ગલ્લો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 11:32:32
  • Views : 610
  • Modified Date : 2020-10-28 11:32:32

છેલ્લા કેટલાક દિવસથી ડીસા તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યાંજ ડીસા નગરપાલિકાએ તાલુકા સંઘે
બનાવેલી દુકાનના છ જેટલા ભાડુઆતોને દબાણ અંગેની નોટિસ ફટકારી દેતા દુકાનદારો રાતાચોળ થયા છે. જ્યારે
દુકાનદારોનો આક્ષેપ છે કે તત્કાલિન ચેરમેન અને વર્તમાન મેનેજરે વિકાસ ફાળા પેટે એક દુકાનદાર પાસેથી ૬ થી ૭ લાખ રૂપિયા વિકાસ ફાળાના નામે ઉઘરાવી લેતાં મોટો ગફલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
ડીસા પાલિકા વિસ્તારમાં સીટ નં૪૦ માં સીસ નં.૩ર૩ માં ડીસા તાલુકાના ખરીદ-વેચાણ સંઘની ઓફિસનું મકાન અને ભોંયતળીયે દુકાનો બનાવીને વેચી દીધી હતી. જેમાં ભાડુઆત તરીકે રહેલા છ દુકાનદારને ડીસા નગરપાલિકાએ દુકાનમાં દબાણ કરાયું હોવાનું જણાવીને બાંધકામના પુરાવાઓ માંગ્યા છે. જેને લઈને આ દુકાનદારો રોષે ભરાયા છે. જેમને જણાવ્યું હતું કે, ડીસા તાલકા સંંઘના તત્કાલિન ચેરમેન દશરથભાઈ દેસાઈ અને વર્તમાન મેનેજર ઈશ્વરભાઈ દેસાઈએ અમારી પાસેથી રૂ.૬ થી ૭ લાખ વિકાસ ફાળાના નામે ઉઘરાવ્યા હતા. જેની પાવતી અમોને આજદીન સુધી આપવામાં આવી નથી. જાે વેપારીઓના આક્ષેપ સાચા માનીએ લઈએ તો તત્કાલિન સત્તાધીશોએ રૂ.૩૦ થી ૩પ લાખ ગેરકાયદેસર રીતે ઉઘરાવી લીધા હતા. બીજી તરફ પાલિકા દબાણને લઈને નોટિસ ફટકારી રહી છે. તો જ્યારે સંઘની ઓફિસનું બાંધકામ થતું હતું તે સમયે પાલિકાએ શું ધ્યાન રાખ્યું. હવે માત્ર છ
દુકાનદારોને દબાણની નોટિસ ફટકારીને હાથ ઉંચા કરવા માંગે છે. જાે ડીસા તાલુકા સંઘ દ્વારા
ગેરકાયદેસર રીતે બાંધકામ કરાયું હોય તો તાત્કાલિક કાર્યવાહી કેમ કરાતી નથી ? જેને લઈને પણ
તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News