ડીસામાં એક યુવક અને મહિલાનું વીજ કરંટથી મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-21 12:31:18
  • Views : 814
  • Modified Date : 2019-06-21 12:31:18

બનાસકાંઠા જિલ્લામાં ગતરોજ  વીજ કરંટ લાગવાથી એક યુવક તેમજ એક મહિલાનું મોત નિપજયુ હતું. બન્નેની લાશને પી.એમ. માટે ડીસા સિવિલ ખાતે લવાઈ હતી. બન્નેના મોતથી પરિવાર શોકમાં ડુબી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ડીસાના ધુડીયાકોટ ખાતે રહેતા રાવળ દિનેશભાઇ નામનો યુવક લાઇટ ચાલુ કરવા જતો હતો તે દરમ્યાન કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયુ હતું. ઘટનાની જાણ થતા ડીસા ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને ડીસા સિવિલ ખાતે ખસેડી હતી. મળતી માહિતી મુજબ મૃતક દિેનેશભાઇ રાવળના ૧૮ દિવસ પછી લગ્ન થવાના હતા. પરંતુ પોતાના દિકરાની આવી અણધારી વિદાયથી પરિવાર શોકમાં ડુબી ગયો છે. જ્યારે બીજી ઘટનામાં  ડીસાના ગાયત્રી મંદિર પાછળ રામનગર સોસાયટી ખાતે રહેતા વિજય શ્રીવાસ્તવ ફોટોગ્રાફી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. બપોરે વિજયભાઈના પત્ની રમીલાબેન શ્રીવાસ્તવ તેમના ઘરના રસોડા પાછળ આવેલ ગેલરીમાં પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા. આ દરમ્યાન અચાનક તેઓને વીજ કરંટ લાગતા તેઓ ઢળી પડયા હતા. વિજયકુમારના સ્ટુડિયો પર કામ કરતો યુવક કામ અર્થે ઘરે આવતા તેઓએ રમીલાબેનને જમીન પર પડેલા જોઈ તત્કાલ વિજયભાઈને ફોન કર્યો હતો. જેથી તેઓ તત્કાલ ઘરે દોડી આવી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ ડીસાનીસવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે સિવિલમાં ફરજ પરના તબીબે પરિણીતાને મૃત જાહેર કરતા પરિવારમા આક્રંદ મચી ગયો હતો. મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ઉત્તર પોલીસ મથકનો સ્ટાફ  જી.ઇ.બી. તથા એફ.એસ.એલ.નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News