ભીલડી સબડિવિઝન ગામડાઓમાં ઘર વપરાશના વીજ જોડાણમાં વિજિલન્સની ટીમ ત્રાટકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-28 12:02:00
  • Views : 461
  • Modified Date : 2020-02-28 12:02:00

ભીલડી સબ ડિવિઝન હેઠળ આવતાં વિવિધ ગામડાઓમાં ગુરૂવારની વહેલી સવારે વીજ કંપનીની અધિકારીઓ દ્વારા વીજ ચેકીંગ કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ભીલડી સબડિવિઝનમાંથી મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સબ ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામડાઓમાં ઘરવપરાશના કુલ ૬૦૦ જેટલા વીજ જોડાણોની તપાસ કરતાં ૬૦ વીજ કનેકશનોમાં વીજ ચોરીનું માલુમ પડતા ગ્રાહકોને રૂપિયા સાડા નવ લાખ રૂપિયાનો દંડ ફટકારી ૧૩૫ મુજબ ગુનો નોંધતા વીજચોરી કરતા ગ્રાહકો મા ફફડાટ ફેલાઈ ગયો છે.

આ વર્ષે ખેડૂતો ચોમાસામાં વધુ વરસાદને લીધે ચોમાસું પાક નિષ્ફળ જવા પામેલ ત્યારબાદ તીડથી અમુક નુકસાન થવા પામેલ છે. ત્યારે ભીલડી પંથકમાં અવારનવાર વીજચેકિંગની પ્રજા પાસેથી દંડ વસૂલી ખેડુંતો તેમજ વીજ ધારક તંગ બની ગયા છે. ગામડામાં વસતા સામાન્ય લોકો વીજચોરીના દંડ ફટકારતા પંથકના ખેડૂતો ત્રસ્ત બની ગયો હોવાથી છાશવારે આવા મસમોટા દંડ ફટકારીને ખેડૂતોને કમર તોડી નાખેલ છે તો આ વારમાં વાર દંડથી કંઈક રાહત થાય તેવું સરકાર અને યુજીવીસીએલ કંપની વચ્ચેનો માર્ગ અપનાવે તેવી ભીલડીના લોકોની માંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News