ભારત વિશ્વકપ જીતે તે પ્રાર્થના સાથે કરાયો વિજય યજ્ઞ, ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે હવન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-19 14:47:31
  • Views : 94
  • Modified Date : 2023-11-19 14:47:31

ભારત વિશ્વકપ જીતે તે માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારત વિશ્વકપ વિજેતા બને તે માટે શહેરમાં વિજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે આ માટે યજ્ઞ યોજવામાં આવ્યો.ખોખરા-હાટકેશ્વવર ઓવરબ્રિજ પાસે અંબાજી મંદિરના પ્રાંગણમાં સવારે હવનનું આયોજન કરાયુ.અમદાવાદના ખોખરામાં યોજાયેલા યજ્ઞમાં ભૂદેવો સાથે ક્રિકેટ રસિકોએ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાથે જ ‘ભારત જીતેગા’ના નારા પણ લગાવ્યા હતા. લોકોએ ભારતની ટીમ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News