વિજય રૂપાણી સરહદી વિસ્તારની મુલાકાતે : વિકાસના કામોનું મુખ્યમંત્રીએ જાત નિરીક્ષણ કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 13:22:29
  • Views : 253
  • Modified Date : 2021-06-18 13:22:29

     આમ તો બનાસકાંઠા જિલ્લાને વર્ષોથી અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે.પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સ્થળો છે કે જ્યાં લોકો દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસ કરવા માટે આવે છે.બનાસકાંઠા જીલ્લો એક તરફ રણને અડીને આવેલો છે તો બીજી તરફ ચારે બાજુ જગલોથી ઘેરાયેલો છે. જેના કારણે રજાઓના દિવસમાં મોટી સંખ્યામાં પર્યટકો પ્રવાસ કરવા માટે આવે છે.

     બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડરના નડાબેટ તેમજ 0 પોઇન્ટ પર ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર વિકાસના કામો ચાલી રહ્યા છે. સો કરોડથી વધુ ખર્ચે થઈ રહેલા અલગ વિકાસના કામનું નિરીક્ષણ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રવાસન વિભાગ મંત્રી જવાહાર ચાવડા ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બોડર વિકાસમાં થઈ રહેલા કામોની સમીક્ષા કરી વધુ સારું શું કરી શકાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કામોની સાઇટ ઉપર જઈ કામ ની પ્રગતિની જાત તપાસ કરી હતી.

     ભારત પાકિસ્તાન બોર્ડર નિરીક્ષણ સમય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ભારત પાકિસ્તાન બોર્ડર લોકોના પ્રવાસન વિભાગ તરીકે વિકસે તે માટે આગામી સમયમાં બોર્ડર લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. 15 મી ઓગસ્ટ સુધી વિકાસના તમામ કામોની પૂર્ણ કરી સ્વતંત્રતા દિવસના દિવસે લોકો માટે તમામ વિકાસના કામો ખુલ્લા મુકવામાં આવશે. ગુજરાતીઓ માટે ભારત પાકિસ્તાન બોર્ડર પ્રવાસ કરવા માટે નું નવું સ્થળ બનશે.

Download Our B K News Today App



Related News