મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પોલિયો રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 13:45:53
  • Views : 379
  • Modified Date : 2020-01-20 13:45:53


મુખ્ય મંત્રીએ કહ્યુ કે  ૩૩૬૪૧ બૂથ અને ૬૭૨૮૨ ટીમ દ્વારા કુલ મળીને ૧ લાખ પ૩ હજાર આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં સેવા આપવાના છે. જે રીતે મતદાન માટે બુથ બનાવીને કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહે તેની કાળજી લેવાય છે તેમ આ અભિયાનમાં પણ રાજ્યનું  ૦ થી  ૫ વર્ષનું એક પણ બાળક રસીકરણથી બાકીના રહે તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે એમ તેમણે ઉમેર્યુ હતુ.વિજય ભાઈ રૂપાણી એ કહ્યુ કે આ સઘન અભિયાનને કારણે ૨૦૦૭ પછી એક પણ પોલિયો કેસ નોંધાયો નથી અને આપણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં પોલિયો કોઈ બાળકને ના થાય તે માટે સંકલ્પ કરીએ. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે બાળકોના સર્વગ્રાહી આરોગ્ય રક્ષણ માટે ભારત સરકારે મિશન ઇન્દ્રધનુષ અન્વયે પંચગુણી રસી આપવામાં આવે છે વ્યાપક રસીકરણથી ડીપ્થેરીયા, ધનુર, ઝેરી કમળો, ઊટાટીયું, ઇન્ફલ્યુએન્ઝા જેવા રોગથી બાળકનું રક્ષણ કરવાનો કાર્યક્રમ વ્યાપક બનાવ્યો છે. તેમણે સ્વસ્થ ગુજરાત - પોલિયોમુકત - તંદુરસ્ત ગુજરાત માટે દરેક માતા-પિતા પોતાના ૦ થી પ વર્ષના બાળકને આજે પોલિયો રવિવારે બે ટીપા અવશ્ય પીવડાવે તેવી અપીલ પણ કરી હતી. આ અવસરે આરોગ્ય અગ્ર સચિવ ડો.જ્યંતી રવિ  આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે પાટનગરના મેયર શ્રીમતી રીટા બહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં આ ટીપા પોતાના ભૂલકાઓને પીવડાવવા માતાઓ અને વાલીઓ પોતાના ઠંડી વચ્ચે પણ  મોટી સંખ્યા માં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News