પાલનપુરના ભુતેડી પંથકમાં વીજળીના ધાંધિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 11:21:47
  • Views : 617
  • Modified Date : 2020-05-17 11:21:47

પાલનપુર તાલુકાના ભુતેડી ગામે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીના ૬૬ કેવી સબ સ્ટેશનમાંથી આજુબાજુના ગામોમાં ખેતી માટે આપવામાં આવતા વીજ પુરવઠામાં વારંવાર ટ્રીપ મારવામાં આવતી હોય અપૂરતી અને અનિયમિત વીજળી મળવાના ધાંધિયાને લઈ ખેડૂતોમાં વીજ તંત્ર સામે રોષની લાગણી વ્યાપી ગઈ છે. જેમાં વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ખેડૂતો
પાલનપુરની જેટકો કચેરીએ દોડી આવીને રજૂઆત કરી હતી.
સિંચાઇ માટે ખેડૂતોને
પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે માટે ખેતીના વીજ જોડાણમાં આઠ કલાક વીજળી આપવામાં આવે છે. પરંતુ
પાલનપુર તાલુકાના ભુતેડી ગામે આવેલ યુ.જી.વી.સી.એલ. ના ૬૬ કેવી સબ સ્ટેશન દ્વારા ૪ ફીડર મારફતે આજુબાજુમાં રણાવાસ, ભટામલ, દેલવાડા, વાધણા, ઓખાપુરા,
જેસંગપુરા, આંત્રોલી,
આકેડી, બાદરપુરા, સાંગલા સહિતના ગામોને વીજ
પુરવઠાની સપ્લાય કરવામાં આવે છે. પરંતું છેલ્લા કેટલાય સમયથી ૮ કલાક આપવામાં આવતા વીજ પુરવઠામાં વારંવાર ટ્રીપ મારવાને લઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી ન મળવાને લઈ તેમને મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેમાં શુક્રવારની રાત્રે અવારઅવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા રોષે ભરાયેલ ખેડૂતો રજૂઆત કરવા રાત્રે ૬૬  કેવી સબ સ્ટેશન દોડી ગયા હતા અને શનિવારે ખેડૂતો આગેવાનો દ્વારા
પાલનપુરની જેટકો કચેરી ખાતે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે આ સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે.

Download Our B K News Today App



Related News