અંબાજીથી પોશીના માર્ગ ઉપર આવેલા કેશરપુરામાં વીજળી પડતા યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 11:42:55
  • Views : 568
  • Modified Date : 2019-09-06 11:42:55

અંબાજી પાસેના કેશરપુરા ગામમાં વીજળી પડતા  એક યુવકનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીથી પોશીના માર્ગ
ઉપર આવેલા કેશરપુરા ગામના દિપકભાઈ હરશનભાઈ સોલંકી  (ઉ.વ. ૧૮) જેઓ ગુરૂવારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તેવા સમયે તેમના પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક યુવાનને હડાત પી.એચ.સી. ખાતે પી.એમ. માટે લવાયો હતો. આ યુવકનું મોત થતાં
પંથકમાં દુઃખની લાગણી ફેલાઈ હઈ હતી.

Download Our B K News Today App



Related News