ધાનેરાના નેનાવા ગામે વીજળી પડતા ત્રણ ગાયોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 11:34:38
  • Views : 510
  • Modified Date : 2019-05-18 11:34:38

ધાનેરા તાલુકામાં ગુરુવારની રાત્રે ગાજવીજ અને વાવાઝોડા સાથે કરાનો વરસાદ પડતા ધાનેરા તાલુકાના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યુ છે. ધાનેરા તાલુકાના નેનાવા ગામે રહેતા દેવડા સુમેરસિહ દુદાજી દેવડાને ત્યાં ગાયો ઉભેલી હતી. તેવામાં આકાશમાંથી વીજળી પડતા ત્રણ ગાયોના મોત નિપજ્યા હતા જ્યારે સરાલ વીડ ગામે રહેતા મફાભાઇ સરતાણભાઇ પટેલને ત્યાં ગાય ઉપર ઝાડ પડતા ગાયનું મોત નીપજ્યુ હતુ. આ ઘટનાની જાણ ધાનેરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને થતાં તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર તથા મદદનીશ તા.વિ.અધિકારી રમેશભાઇ પટેલ અને તલાટીની ટીમ નેનાવા તેમજ સરાલ વીડ ગામે પહોંચ્યા હતા અને ઘટનાની માહિતી મેળવી પંચનામુ કરી ખેડૂતને સહાય મળે તે માટે આશ્વાસન આપ્યું હતું. ત્યારે બીજી તરફ લગ્નની સીઝન હોવાથી ઠેર ઠેર મંડપો પણ ઉડ્‌યા હતા અને ખેડૂતોને ખેતરોમાં પશુઓ માટે બનાવેલ સેડ પણ ઉડયા હોવાના સમાચાર મળ્યા હતા.

Download Our B K News Today App



Related News