પાલનપુરમાં કારની ટક્કરે બે વીજ થાંભલા જમીન દોસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 11:39:48
  • Views : 455
  • Modified Date : 2019-08-31 11:39:48

પાલનપુર એરોમા સર્કલથી હનુમાન ટેકરી તરફ જતાં આબુ હાઇવે ઉપર શુક્રવારે એક કાર ચાલકે પુરઝડપે ગફલતભર્યુ ડ્રાયવીંગ કરી ત્રણ વીજ થાંભલાને ટક્કર મારી હતી. સ્કૂલ નજીક બનેલા આ અકસ્માતને પગલે ભારે
અફરા- તફરી મચી જવા પામી હતી. જોકે, સદનસીબે કોઇ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગે એક જાગૃત નાગરિકે કાર ચાલક સામે પગલા ભરવા માટે પોલીસ મથકે અરજી આપી હતી.
પાલનપુરમાં બનેલી અકસ્માતની ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ
પાલનપુર - આબુ હાઇવે નજીક આવેલી સ્વસ્તિક હાઇસ્કુલ નજીકથી પુરઝડપે પસાર થઇ રહેલા ઇનોવા કારના ચાલકે
પુરઝડપે અને ગફલતભર્યુ ડ્રાઇવીંગ કરી બે વીજથાંભલાઓને ટક્કર મારી હતી. જેમાં થાંભલા જમીન દોસ્ત થઇ ગયા હતા. આ ઘટના સમયે સ્કૂલ નજીક બાળકોની અવર- જવર હોઇ ભારે
અફરા- તફરી મચી જવા પામી હતી. દરમિયાન ઇનોવા કારના ચાલકે અકસ્માત સર્જયા બાદ
પોતાના બચાવમાં કારની નંબર પ્લેટ કાઢી નાંખી થાંભલા પણ હટાવવા પ્રયત્નો કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ત્યારે આ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાલનપુર તાલુકાના જગાણા ગામના અતુલભાઇ ત્રિવેદીએ પશ્વિમ
પોલીસ મથકમાં અરજી કરી હતી.

Download Our B K News Today App



Related News