લક્ષ્મીપુરા અને માધવગઢમાં વીજ થાંભલાઓ ગણતરીના કલાકોમાં ઉભા કરી વીજ સપ્લાય ચાલું કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-17 11:54:34
  • Views : 318
  • Modified Date : 2020-06-17 11:54:34

ગાંધીનગર તાલુકાના સાબરમતી નદીના કિનારે આવેલા માઘવવઢ અને
લક્ષ્મીપુરા ગામમાં ગઇકાલે વાવાઝોડું ત્રાટક્યું હતું. આજે આ બન્ને ગામની મુલાકાત ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ. ભોરણિયા અને તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયાએ લીધી હતી.
ગાંધીનગર તાલુકાના માધવગઢ અને લક્ષ્મીપુરા ગામ ખાતે ગઇકાલે ૯.૩૦ કલાકના સુમારે વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાના કારણે પાંચ થી છ વીજ પુરવઠો સપ્લાય કરતાં થાંભલા પડી ગયા હતા. જે અંગેની જાણ થતાં જ યુ.જી.વી.સી.એલને આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાણ કરીને તરત જ નવા થાંભલા નાખી દેવામાં આવ્યા હતા. બન્ને ગામમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.  ગાંધીનગર પ્રાંત અધિકારી  જે.એમ.ભોરણિયા અને તાલુકા વિકાસ અધિકારી જી.જે.ધાંધલિયાએ મુલાકાત લીધી હતી. તેમણે ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમના ધર અને અન્ય નુકશાન થયું છે. તેનો પ્રાથમિક સર્વે કર્યો હતો. વાવાઝોડાથી નુકશાન થનાર ગ્રામજનોની વિગતો તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની રકમ નિયમોનુસાર ચુકવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લક્ષ્મીપુરા અને માધવગઢ ગામ વચ્ચે ના માર્ગ પર પડી ગયેલા ઝાડને પણ તાત્કાલિક હઠાવી લેવામાં આવ્યા હતા. માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ વાવાઝોડામાં ૧૨ જેટલા લીમડાના ઝાડ ઘરાશયી થઇ ગયા છે.

Download Our B K News Today App



Related News