પાલનપુરમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટથી મહિલાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-05 13:54:38
  • Views : 491
  • Modified Date : 2019-06-05 13:54:38

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં રહેતી એક મહિલા મંગળવારે સવારે પાણીની મોટર ચાલુ કરી પાણી ભરવા જતા વીજ કરંટ લાગ્યો હતો. જેથી મહિલાને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબિબે તેણીને મૃત જાહેર કરતા પરીવારમાં શોક છવાયો હતો.બનાસકાંઠા જિલ્લામાં ૧ જુનથી ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરી લોકોને જાગૃત કરવામા આવી રહ્યા છે. તેના સમય ગાળા દરમિયાન પાલનપુર જનતાનગર વિસ્તારમાં રહેતા જશીબેન (ઉ.વ.૩૫) મંગળવારે વહેલી સવારે પાણી ભરવા માટે મોટરનો વાયર પ્લગમાં લગાવતી વખતે વીજ કરંટ લાગ્યો હતો. અને મહિલા ત્યાંજ ઢળી પડી હતી. જેથી પરિવારના સભ્યો સહિત આજુ-બાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને મહિલાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબિબે મહિલાને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.


Download Our B K News Today App



Related News