વડગામના છાપીમાં વીજ કરંટથી યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 07:13:19
  • Views : 461
  • Modified Date : 2019-04-25 07:13:19

વડગામ તાલુકાના છાપી ગામે લોખંડના કારખાનામાં કામ કરતાં યુવકને વીજ કરંટ લાગતાં તેનું મોત નિપજ્યું હતુ. જોકે, આ અંગે પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાવા પામી ન હતી. વડગામ તાલુકાના છાપીમાં બનેલી ઘટનાની વિગતો એવી છે કે છાપી ખાતે કાર્યરત એક ફ્રેબીકેશનમાં મુળ ઉત્તર પ્રદેશના પાંડવા ગામનો મુદતસર મુજફર પઠાણ (ઉ.વ. ૨૭) બુધવારે લોખંડનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક કરંટ લાગ્યો હતો અને મોત નિપજ્યું હતુ. જોકે, આ અંગે પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાવા પામી નથી.


Download Our B K News Today App



Related News