થરા નગરપાલિકાનું વીજ બિલ ના ભરતા વીજ કનેક્શન કપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-30 12:06:05
  • Views : 585
  • Modified Date : 2019-05-30 12:06:05

કાંકરેજ તાલુકાની થરા ભાજપ શાસિત  નગર પાલિકામાં  વીજ વપરાશનું બિલ વધી  જતા અને પાલિકામાં વેરા વસુલાતમાં વોટ બેંકની રાજ નીતિના ભયે પાલિકામાં ભંડોળ ભેગું ના કરાતા  ઓછા ભંડોળના   અભાવે વીજ કમ્પનીનું મોટું બિલ ના ચૂક્વાતા વીજ કમ્પની એ મંગળવારે વીજ કનેક્શન કાપી નાખતા અરજદારો અને નગરજનો મુશ્કેલીમાં મૂકાયા હતા.કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકામાં સત્તા પરિવર્તન થતા ભાજપના ભારતીબેન કિરીટકુમાર ઠક્કરે પ્રમુખ તરીકે સતા સંભાળી હતી તેમા તાજેતરમાં પંચાયત વખતના કર્મચારિયોંનો પગાર વધારો અટકાવી અને તેની કર્મચારી ઓ ના હક્ક ની જીત થતા નવા વધારા પ્રમાણે પગારની ચૂકવણી બાદ હવે નગર પાલિકાએ ૨૦ લાખથી વધુનું વીજ વપરાશનું વીજ બિલ વેરા વસુલાતના કારણે ભંડોળના અભાવે વીજ બિલ ના ચુકવતા મંગળવારે વીજ કમ્પનીના કર્મચારિયોંએ કનેક્શન કાપી નાખતા અંધારપટ છવાયો હતો અને પરિણામે પાલિકાના કર્મચારિયોં અને અરજદારો કાળ ઝાળ ગરમીમાં શેકાયા હતા. પાલિકામાં કમ્પ્યુટર કામગીરી ખોરવાયી હતી. પાલિકામાં ૪ કરોડનો અંદાજીત મિલકત વેરો વસુલવાનો બાકી છે ત્યારે હવે વીજ બિલ ભરવા માટે વેરા શાખા બે દિવસમાં કડક ઉઘરાણી કરનાર છે .




Download Our B K News Today App



Related News