વરસાદની આગાહીના પગલે ગુજરાતના માર્કેટ યાર્ડોમાં તકેદારીના પગલા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-24 14:06:38
  • Views : 75
  • Modified Date : 2023-11-24 14:06:38

રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના માર્કેટ યાર્ડોમાં તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. ખેડૂતોના પાક વરસાદમાં પલળે નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોટાદ માર્કેટ યાર્ડના સંચાલકોએ ખેડૂતોને સૂચના આપી શકે છે. તાડપત્રીથી ઢાંકીને જણસી લાવવામાં આવે, તો અમરેલીના બાબરા APMCમાં પાક પલળે નહીં તે માટે વેપારીઓને વ્યવસ્થા કરવા માટે સૂચના અપાઈ છે.બીજી તરફ રાજકોટના જસદણ માર્કેટ યાર્ડમાં શેડમાં કૃષિ પાકોને ઉતારવામાં આવશે.ખૂલ્લી જગ્યાએ પાક નહીં રાખવામાં આવે, તો જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી અને મરચાની આવક હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News