થરા કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી- વાલી સ્નેહ સંમેલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:43:21
  • Views : 689
  • Modified Date : 2019-04-20 05:55:53

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ  કે.કે.શાહ આર્ટસ એન્ડ  એલ.બી. ગુંજારીયા કોમર્સ કોલેજ નવ નિયુક્ત પ્રિન્સિપાલ ડોક્ટર ડી.એસ.ચારણની નિયુક્તિ થતાં કોલેજમાં નવો બદલાવ જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક તેમજ વિદ્યાર્થીઓને નવું માર્ગનદર્શન પિરસી રહ્યા છે. જેઓના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સવારે ૧૧ કલાકે કોલેજના સભાખંડમાં વિદ્યાર્થી - વાલી સ્નેહ સંમેલન કોલેજના પ્રમુખ ધીરજકુમાર કે.શાહના અધ્યક્ષસ્થાને ડા.હેમરાજભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં  યોજાયું હતું. ઉપસ્થિતિ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ. થરા કોલેજના પ્રિન્સિપાલ ડા. દિનેશભાઈ એસ.ચારણે આવનાર વાલીઓ, વિદ્યાર્થીઓ, મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. ડા.દેવેન્દ્રસિંહ ડી.ઝાલાએ થરા કોલેજનો ચિતાર રજૂ કરેલ. ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજુભાઈ બ્રહ્મભટ્ટ એડવોકેટ, ડા.બાબુભાઈ ચૌધરી, દિપકભાઈ ઠક્કર, મયંકભાઈ ખત્રી, વિષ્ણુભાઈ સુથાર,રાજુભાઈ એ.ઠક્કર,  કુલદીપભાઈ પી.ઠક્કર વગેરેએ પોતપોતાના પ્રતિભાવો રજૂ કરેલ. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી મંડળની નવિન કારોબારીની રચના કરવામાં આવેલ પ્રમુખ- રાજેશભાઈ અમરતલાલ અખાણી,
ઉપ-પ્રમુખ ડા.કમલેશભાઈ ચૌધરી પી.આઈ.પાલનપુર, મહિલા સંયોજીકા- પાયલબેન ભરતભાઈ કુરિયા અમદાવાદ, સહ સંયોજીકા પીનલબેન ધીરેનભાઈ ગોરડિયા, મંત્રી- પ્રજાપતિ પ્રહલાદભાઈ ભોજાભાઈ ઉણ, સહ મંત્રી- ડા.બાબુભાઈ ચૌધરી, ખજાનચી- વાઘેલા  કાકુભા અભેસિંહ એ.પી.એમ.સી. થરા, કારોબારી- રાજુભાઈ બ્રહ્મભટ્ટ નોટરી, દિપકભાઈ એસ.ઠક્કર, અતુલભાઈ પટેલ, આશિષભાઈ એમ.બરવા, મહેન્દ્રસિંહ બી.વાઘેલા, કુલદીપભાઈ પી.ઠક્કર, મયંકભાઈ મનુભાઈ ખત્રી, જાનકીબેન જી.જોષી, રોશનીબેન એ.ઠક્કર ની સર્વાનું મતે વરણી કરવામાં આવેલ. આ પ્રસંગે કોલેજ સ્ટાફ, વાલીઓ, વિદ્યાર્થીઓ હાજર રહેલ.

Download Our B K News Today App



Related News