પાલનપુર મુકામે વિદ્યામંદિર સ્કૂલ કેમ્પસમાં રંગોળી સ્પર્ધા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:41:05
  • Views : 451
  • Modified Date : 2019-04-11 06:41:05

 લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ગુજરાતમાં તા. ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાશે. બનાસકાંઠા જિલ્લાના મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જિલ્લામાં વિક્રમજનક મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બનાસકાંઠા સંદિપ સાગલેની સૂચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપ અંતર્ગત તા.૧૧-૪-૨૦૧૯ ના રોજ સવારે ૧૧-૦૦ વાગે પાલનપુર મુકામે વિદ્યામંદિર સ્કૂલ કેમ્પસમાં ભવ્ય રંગોળી સ્પર્ધા યોજાશે, તેમ નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને વિક્રમજનક મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની સૂચના અનુસાર સમગ્ર જિલ્લામાં સ્વીપ અન્વયે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા  છે. મતદાન જાગૃતિ માટે યોજાતા આવા કાર્યક્રમોને લોકો તરફથી ઉત્સાજહજનક પ્રતિભાવ મળી રહ્યા છે.
ગુજરાતમાં તા. ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીનો છે. ચૂંટણી એટલે લોકશાહી શાસન વ્યવસ્થામાં પવિત્ર અને અમૂલ્ય મહાપર્વ. ચૂંટણી પ્રસંગે મતદાન કરવું એ દરેક મતદારનો હક અને અધિકાર છે તે સાથે ફરજ પણ છે. આથી મતદાન તો જરૂર કરીએ જ. મતદાનનો દિવસ તા. ૨૩ એપ્રિલ આપણે સૌ યાદ રાખીએ અને તે દિવસે સૌથી પહેલુ અને મહત્વનું કામ મતદાન કરીએ.



Download Our B K News Today App



Related News