સલ્લામાં ઓરડી તોડી પાડતા નિરાધાર બન્યા વિધવા મહિલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:30:37
  • Views : 643
  • Modified Date : 2020-12-30 11:30:37

 પાલનપુર તાલુકાના સલ્લા ગામે છેલ્લા ઘણા સમયથી દબાણના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. તેમજ  કેટલાક રાજકીય
પીઠબળ ધરાવતા અને કેટલાક અધિકારીઓની લાગવગના કારણે કેટલાક માથાભારે વ્યક્તિઓએ   ગામમાં  મોટા
પાયે દબાણ કર્યું છે.  આ
ગેરકાયદે દબાણો તોડી પાડવા ગામના કેટલાક સ્થાનિક નાગરિકોની વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક તંત્રના પેટમાંથી પાણી પણ હલતું નથી ત્યારે સલ્લા ગામે ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરનાર આ દબાણકારોને કયા અધિકારો છાવરી રહ્યા છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
 તો બીજી તરફ સલ્લા  ગામમાંજ  છેલ્લા પચાસેક વર્ષોથી ગામના બસ સ્ટેન્ડ પાસે એક નાનકડી ઓરડી બનાવી તેમાં  ચાની કીટલી ચલાવી
પોતાના પરિવારનું ભરણપોષણ કરતી એક વિધવા મહિલાની આ ઓરડી ઉપર ગામના સરપંચ દ્વારા કોઈ જૂની અદાવત રાખી અને અધિકારીઓ સાથે મળી જેમ તેમ કરી વિધવા મહિલાને હેરાન પરેશાન કરી અધિકારીઓ સાથે મીલીભગત કરી આ વિધવા મહિલાની ઓરડી ઉપર જેસીબી મશીન ફેરવી દઈ નિરાધાર મહિલાની ઓરડી પાડી દઈ તેની  રોજીરોટી છીનવી લેતા આ વિધવા મહિલાએ  ન્યાય માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી ગુહાર લગાવી હતી. જેના પગલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ વિધવા મહિલાની ઓરડી ઉપર જેસીબી મશીન ફેરવાવા બાબતે
પાલનપુર તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે શું હવે મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ બાદ આ વિધવા મહિલાને ન્યાય મળે છે કે કેમ ? એ તો આવનાર સમય બતાવશે પરંતુ આ વિધવા મહિલાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મારી આ ઓરડીને તોડી પાડવા કયા અધિકારીઓ દ્વારા આદેશ
આપવામાં આવ્યા છે. ગામમાં અનેક દબાણ છે. આ દબાણો કેમ તોડવામાં આવતાં નથી ? જેથી આ બાબતે નિષ્પક્ષ અને મીડિયામાં અગાઉ વિસ્તરણ અધિકારી દ્વારા કહેવામા આવ્યું હતું કે, સલ્લા ગામમાં ફરીથી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ કરવામાં આવશે. પણ હજુ સુધી કોઈ દબાણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો નથી. જેની તપાસ થવી જાેઇએ. અને જાે કોઈ અધિકારી દોષિત જણાય તો તેમની ઉપર કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે. મારી જે ઓરડી તોડી પાડવામાં આવી છે. તે જગ્યા મને આપવા માટે ગ્રામ
પંચાયત દ્વારા જ અગાઉ ઠરાવ કરવામાં આવ્યો છે. ગામમાં અનેક મોટા દબાણો છે. આ દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી. ત્યારે એક વિધવા મહિલાની ઓરડી તોડી પાડી તેની  રોજીરોટી છીનવી લઇ તેની ઉપર અમાનવીય અત્યાચાર ગુજારનાર ગામના સરપંચ ઉપર હવે કેવા પગલાં ભરાય છે તે હવે આવનાર સમય બતાવશે.

Download Our B K News Today App



Related News