સરકારી ખાતાઓમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવા જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર અપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-30 12:09:47
  • Views : 394
  • Modified Date : 2020-06-30 12:09:47

સમગ્ર ગુજરાતમાં ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા જાહેર સરકારી ભરતીઓ કોઈ કારણસર અટકાવી દેવામાં આવેલ છે. અમુક ભરતીઓ એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ફક્ત નિમણૂક આપવાની બાકી છે. તો પણ સરકાર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી. ત્યારે ગુજરાતના બેરોજગાર યુવાન દ્વારા કેટલીક માંગણીઓ સાથે જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
શિહોરી ઃ કાંકરેજ તાલુકાના બેરોજગાર યુવાનોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કાંકરેજ તાલુકા મામલતદાર એમ.ટી.રાજપૂતને આવેદનપત્ર આપ્યું હતું. સરકારે વિવિધ વિભાગોની તલાટી, બિન સચિવાલય, કારકુન, પોલીસ, ટાટ જેવી અન્ય પરીક્ષાઓ માટેની પ્રક્રિયાઓ અટકાવી હતી. લગભગ ત્રણ ચાર વર્ષથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ કારણસર અટકાવી દેવામાં આવી હતી. જોકે અમુક પરીક્ષા નોટીફિકેશન બહુ લાંબા સમયથી આવી ચૂકેલ છે. ત્યારે સરકારની ઢીલી નીતિ સામે વિદ્યાર્થીઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ વિશ્વ કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે. ત્યારે હવે બેરોજગાર યુવાનોને રોજગારી મળે એવી માંગણી સાથે કાંકરેજ તાલુકા મામલતદાર ઓફિસમાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દિયોદર ઃ દિયોદરના  યુવાનોએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કેટલીક માંગણી જેવી કે જે ભરતી માત્ર નિમણૂક આપવાની બાકી છે તે નિમણૂક આપવામાં આવે, ભરતીની પ્રાથમિક મુખ્ય પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ, જે ઈન્ટરવ્યુ થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે, જે ભરતી જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલ નથી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે, ૦૧-૦૮-૨૦૧૮ ના. જી.આર. નું કારણ આપીને અટકાવેલી છે તો આ વિવાદિત જી.આર. નું બંધારણની રીતે નિરાકરણ આવ તેમજ સરકારની ઢીલાશના કારણે કેટલાક ઉમેદવારોની વયમર્યાદા પૂરી થઈ છે તેવા ઉમેદવારોને વયમર્યાદામાં
 છૂટછાટ મળે તેવી માંગણીઓ સાથે ગુજરાતના બેરોજગાર યુવાનો દ્વારા દિયોદર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સત્વરે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરાઈ હતી.
અમીરગઢ ઃ ગુજરાતમાં ૪૦,૦૦૦/- જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ-અલગ તબ્બકે અટકાવેલી છે. જેના લીધે ગુજરાતના ૧૫ થી ૧૭ લાખ જેટલા યુવાનો બેરોજગારી હેઠળ જીવી રહ્યા છે. શિક્ષિત યુવાનોનું ભાવિ અંધકારમય બની ગયુ છે. ત્યારે સોમવારે ભરતી અને નિમણુંકને બદલે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જા ન્યાય નહીં મળે તો ગાંધીનગર ખાતે
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News