લંપટ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સિદ્ધપુરની ન‹સગ કોલેજના વિદ્યાર્થીઓ હડતાલ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-30 11:52:56
  • Views : 439
  • Modified Date : 2019-11-30 11:52:56

સિદ્ધપુરમાં આવેલ સરકારી ન‹સગ કોલેજના લંપટ આચાર્યની વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લાં કેટલાંક દિવસથી લડત લડી રહ્યા બાદ ગાંધીનગરથી આવેલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેના સાત દિવસની અંદર નિકાલ કરવામાં નહીં આવે તો ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. જેમાં શુક્રવારે સાત દિવસ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓએ ફરીથી આંદોલન શરૂ કરતાં ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી. જેમાં તેઓએ વિદ્યાર્થીઓના નિવેદન લીધા બાદ કાર્યવાહી કરવા જણાવતા વિદ્યાર્થીઓએ હોબાળો માચાવ્યો હતો કે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરો અને તે પણ ટૂંક સમયમાં કરો તેવી ઉગ્ર માંગ કરી હતી. આ લંપટ આચાર્યને માત્રને માત્ર બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયા હતા.
સિદ્ધપુરની સરકારી ન‹સગ કોલેજના આચાર્ય ની તપાસ ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ તે લંપટ આચાર્યને વડોદરા ખાતે બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. તેમજ તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ  યથાવત રહેવા પામી હતી. ગાંધીનગરથી આવેલ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી અને ખાતરી આપવામાં આવી હતી કે આગળ રીપોર્ટ કરી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ  વિદ્યાર્થીઓએ  આચાર્યની વિરુદ્ધ કાર્યવાહીમાં તેને તાત્કાલિક સસ્પેન્ડ કરો અને ખાતાકીય કાર્યવાહી કરો, તેમજ ન‹સગના વિદ્યાર્થીઓએ એબીવીપી દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પોસ્ટ કાર્ડ લખી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ લંપટ આચાર્ય વિરુદ્ધ અને સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News