સૌથી વધુ હિંમતનગર વિધાનસભામાં ૧,૫૬૯ - સૌથી ઓછા ઈડર વિધાનસભા વિસ્તારમાં ૧,૨૧૭ દિવ્યાંગ મતદારો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-06 07:26:49
- Views : 495
- Modified Date : 2019-04-06 07:26:49
“ મારે ભલે આંખ નથી પણ દ્રષ્ટિ છે મતદાન કરવાની...” ભાસ્કર મહેતા... શૈક્ષણિક કારકિર્દી સાથે સંકળાયેલું એક નખશીખ વ્યક્તિત્વ...તેમણે નરી આંખે સૃષ્ટિ નથી જોઈ એમ કહીએ તો ખોટુ પણ નથી..પણ દુનિયાદારીનું જ્ઞાન ભરપુર છે...લોકશાહીની પ્રક્રિયામાં સૌથી મહત્વનું કામ છે મતદાનનું... આ મતદાન ન કરીએ તો શું થાય...? એ પ્રશ્નનો સહજ ઉત્તર આપતા તેઓ કહે છે કે...” હું માનુ છુ કે મતદાન તો કરવું જ જોઈએ.. આપણે આપણા અધિકાર-હકક માટે સદાય તત્પર રહીએ છીએ પરંતુ ફરજ અદા કરવાની વાત આવે ત્યારે આપણે પાછીપાની કરીએ છીએ..ચૂંટણી તંત્ર એ દિવ્યાંગ જનો સરળતાથી મતદાન કરી શકે તે માટે રેમ્પ, વ્હીલચેર,મતદાતા સહાયક તથા અન્ય વ્યવસ્થાઓ કરી છે તો મતદાન કરવું જ જોઈએ... મારા મતે તો દિવ્યાંગ અમે નથી પણ મતદાન કરવા ન જનારા જ માનસિક રીતે દિવ્યાંગ છે...” એમ તેઓ ઉમેરે છે... શારીરિક અક્ષમતા હોય તો પણ કોઈની દયા પર નહી જીવવાની કટિબધ્ધતા ધરાવતા આ દિવ્યાંગજનો ખરેખર તો બધી રીતે સક્ષમ છે એમ કહેવું ખોટુ નથી... લોકસભાની ચુંટણી ૨૩મી એપ્રિલે યોજાવાની છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થાય તેની સાથે સાથે મહત્તમ મતદાન થાય તે માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે.
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૫,૭૭૫ દિવ્યાંગ મતદારો છે. હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં ૧,૫૬૯ દિવ્યાંગ મતદારો છે. ઈડર વિધાનસભા વિસ્તારમાં ૧,૨૧૭, ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારમાં ૧,૪૪૬ પ્રાંતિજ વિધાનસભા વિસ્તારમાં ૧,૫૪૩, દિવ્યાંગ મતદારો છે. આમ સૌથી વધુ હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં ૧,૫૬૯ દિવ્યાંગ મતદારો છે. જ્યારે સૌથી ઓછા ઈડર વિધાનસભા વિસ્તારમાં ૧,૨૧૭ દિવ્યાંગ મતદારો છે. આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.
હિંમતનગરમાં રહેતા ૨૧ વર્ષીય રાજ ત્રિવેદી જન્મથીજ બોલવા-સાંભળવાની તકલીફ ધરાવે છે, પરંતુ સાંકેતિક ભાષામાં સમજાવે છે કે, “ મેં ગત ચૂંટણીમાં પણ મતદાન કર્યુ હતું... આ વખતે પણ મતદાન કરવાનો જ છુ... અમારા જેવા યુવાનો જ જો મતદાન કરવામાં આળસ રાખે તે સારી વાત નથી સૌએ મતદાન તો કરવું જ જોઈએ...” એમ તેઓ ઉમેરે છે...
સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ દ્રષ્ટિ ન હોય તેવા ૭૭૪ મતદારો, ૩૪૮ મૂક બધિર, સંપૂર્ણ હલનચલન ન કરી શકે તેવા ૨,૮૯૬ મતદારો અને અન્ય શારીરિક અક્ષમતા હોય તેવા ૧,૭૫૭ મતદારો છે.
સાબરકાંઠા જિલ્લાનો એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તેની સાથે સાથે દિવ્યાંગ મતદારો માટે તંત્રએ વિશેષ સુવિધા ઉભી કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે. કહે છે કે..“ આ મતદારો મતદાન મથકોએ સરળતાથી જઈ શકે તે માટે રેમ્પ અથવા તો વ્હીલચેરની વ્યવસ્થા કરાનાર છે. સાબરકાંઠા જિલ્લામાં અંદાજે ૩૨૬ વ્હીલચેરની વ્યવસ્થા તથા ૧૦૧ સહાયકો ઉપલબ્ધ કરાશે...” તેમ તેમણે ઉમેર્યુ હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પરમાર કહે છે કે, “ જિલ્લામાં હિંમતનગરના બહેરા- મુંગા વિદ્યાલય, ઈડરના સંસ્કાર વિદ્યાલય, ખેડબ્રહ્માના કે.ટી.હાઈસ્કૂલ તથા પ્રાંતિજના મહિયલ પ્રાથમિક શાળા કેન્દ્રો સંપૂર્ણ પણે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત કરાશે. તેની પાછળ આ કર્મચારીઓને પ્રેરણા આપવાનો તથા તેમનો જુસ્સો વધારવાનો ધ્યેય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
હિંમતનગરના મહેશ બારોટ કહે છે કે...” હું વ્હીલચેરમાં ફરુ છું... પણ હું હિંમત નથી હાર્યો.. શારીરિક રીતે સક્ષમ લોકો મતદાનના દિવસે ટી.વી. સામે ગોઠવાઈને આખો દિવસ મનોરંજન માણે છે.. અને પાંચ વર્ષ સુધી સરકારે શું કરવું જોઈએ તેની ચર્ચા કરતા રહે છે..પણ થોડો સમય કાઢીને મતદાન કરવા નથી જતા.. એ બહુ દૂઃખદ છે...મારે ભલે પગ નથી પણ મતદાન કરવા દોડવું છે...”એમ તેઓ ઉમેરે છે.
સલામ છે આ દિવ્યાંગ મતદારોના જોશ અને જુસ્સાને.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 7
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 35
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 169
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 74
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 81
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 78
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 67
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 70
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 69
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 67
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 75
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 108
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 59
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 51
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 109
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



