6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, ઉમેદવાર પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસ તૈયારીઓ શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 17:13:06
  • Views : 463
  • Modified Date : 2019-09-23 17:13:06

6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર પસંદગી માટે બેઠકો યોજી રહી છે. આ બેઠકોમાં ઉમેદવાર પસંદગી અને વ્યૂહરચનાના સંદર્ભે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ભાજપ 24 સપ્ટેમ્બરની સાંજે 6.30 કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજશે. આ બેઠકમાં પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપરાંત 6 વિધાનસભા બેઠકો જે જિલ્લામાં આવતી હોય તેની જિલ્લા સંકલન સમિતિ, પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા વિધાનસભા ઇન્ચાર્જ/સહ ઇન્ચાર્જો તેમજ મંડલ પ્રમુખ/મહામંત્રી/પ્રભારીઓ હાજર રહેશે.જ્યારે કોંગ્રેસ દ્વારા 26 સપ્ટેમ્બરના રોજ સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના પ્રદેશ હોદેદ્દારો હાજર રહેશે.30 સપ્ટે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ખેરાલુ, બાયડ, રાધનપુર, અમરાઈવાડી, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી માટે 23 સપ્ટેમ્બરથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ. 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે 1 ઓક્ટોબરના રોજ ફોર્મની ચકાસણી થશે અને 3 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પાછા ખેંચવા પડશે. જ્યારે 21 ઓક્ટોબરના રોજ મતદાન અને 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે.

Download Our B K News Today App



Related News