ધાનેરાના થાવર ગામ પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:43:32
  • Views : 551
  • Modified Date : 2019-06-07 11:43:32

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતેનાબુદ કરવા સુચના આપેલ જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.સોલંકી  તથા પો.સ.ઇ વી.જી. પ્રજાપતિ તેમજ ઇશ્વરભાઇ, વિજયસીહ, અરજણાજી, જબ્બરસીંગ વિગેરે પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી અંગે નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન થાવર ગામ નજીક આવતા એકસયુવી  ૫૦૦ ગાડી નં. જીજે ૦૩ ઈ આર -૦૬૦૬  ની પર શંકા જતા જેને રોકાવવા ઇશારો કરતાં ચાલકે ગાડીભગાડી મુકતાં ધાનેરા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગાડીને પકડી પાડી હતી અને ગાડી ચાલક તેમજ અન્ય ઇસમ ગાડી મુકીને ફરાર થાય તે પહેલા પોલીસે દબોચી લીધા હતા. તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૧૪ બોટલ નંગ- ૪૮૦ કિ.રૂ. ૪૮૦૦૦ તથા મોબાઇલ નંગ-૨ અને એકસયુવી ૫૦૦ ગાડી નં. જીજે ૦૩ ઈ આર -૦૬૦૬ ની કિમત મળી કુલ કિ.રૂ. ૫,૫૧૦૦૦/- ના મુદામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ ગાડીના ચાલક મોહન ઉર્ફે મનફુલ ઉમારામ જાટ રહે. તાલસર તા. સેડવા જી.બાડમેર (રાજસ્થાન) તથા શીવદયાલ રૂપારામ જાટ રહે. શ્રીરામવાલા તા. ચોટણ જી. બાડમેર (રાજસ્થાન)  વાળાને પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 




Download Our B K News Today App



Related News