અમીરગઢ બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 10:20:09
  • Views : 400
  • Modified Date : 2019-04-15 10:20:09

અમીરગઢ બોર્ડર ઉપર પોલીસ, બી.એસ.એફ. તથા એસ.એસ.સી. ના  સંયુક્ત વાહન ચેકિંગ દરમ્યાન રૂ.૨૮,૦૧,૧૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને અમીરગઢ પોલીસે ઝડપી પાડયો હતો. પ્રદિપ શેજુળ પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુર તથા ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક ડીસાનાઓએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ગે.કા.દારૂની હેરાફેરી અટ કાવવા સારું બોર્ડર ચેકપોસ્ટો ઉપર નાકાબંધી કરી કડક અમલ વારી કરવા સૂચના કરતા સી. પી.ચૌધરી, પી.વી.વાઘેલા પોસઇ, અમીરગઢના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસ સ્ટાફના પ્રવિણભાઈ, હસમુખદાન, હસમુખભાઈ દિલીપભાઈ તથા બીએસએફની ડી કંપની ૩૭ બટાલિયનના જવાનો તથા એસએસસીના બી.ડી. હીરાની તથા તેમની ટીમના માણસોએ સંયુક્ત રીતે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગમાં હતા દરમ્યાન ટ્રકગાડી નં. આર.જે. ૦૭ જી ૭૪૦૭ માં સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂ બોટલ નંગ.૯૨૮૮ કિ.રું.૨૨,૮૯, ૬૦૦/- તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૨૮, ૦૧,૧૦૦/- નો મુદ્દામાલ મળી આવતા ટ્રકગાડીના ચાલક સહીરામ બિરબલરામ જાટ રહે.બિકાનેરવાળાની ધરપકડ કરી તેના સામે તથા નાસી જનાર ઇસમના સામે પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરેલ છે.


Download Our B K News Today App



Related News