ડીસાના કંસારી નજીકથી વિદેશી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:43:11
  • Views : 543
  • Modified Date : 2019-04-21 05:44:09

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન-  ટાટા ઇન્ડીગો ગાડીમાં  ચોર ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સાથે બે ઇસમોને એલ.સી.બી. પાલનપુરે ઝડપી પાડયા હતા.પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ   તથા નાયબ પોલીસ અધિક્ષક રૂષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન અને જુગારની બદી નાબુદ કરવાના માર્ગદર્શન અને સૂચના આધારે પો.ઇન્સ. એમ.જે.ચૌધરીનાઓએ મળેલ ખાનગી બાતમી આધારે દેવાભાઇ જોઇતાભાઇ તથા પો.કો. અશોકભાઇ જગમાલભાઇનાઓ સાથે કંસારી ટોલનાકે પંચો સાથે વોચમાં હતા. દરમ્યાન સફેદ કલરની ટાટા ઇન્ડીગો ગાડી નં. જીજે  ૦૫ જે.ઇ. ૧૦૯૭ આવતા તેની જડતી તપાસ કરતા સદર ગાડીની પાછળની સીટમાં બનાવેલ ચોર ખાનામાં અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ ૨૩૯ કિં.રૂ. ૨૫૩૦૦/- નો તથા ગાડીની  કિંૅ.રૂ. ૧,૮૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ – ૦૩ કિં.રૂ. ૧૨૩૦૦/- મળી એમ કુલ કિં.રૂ  ૨,૧૭,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ નં.(૧) વાસ્તુભા પનજીભા વાઘેલા રહે. ઉમરી તા. કાંકરેજ તથા (ર) અશ્વિનભા રાજુભા વાઘેલા રહે.ઉમરી તા. કાંકરેજ વાળાઓને પકડી પાડી  તેઓના વિરૂધ્ધમાં  ડીસા રૂરલ પોલીસ  સ્ટેશનમાં  પ્રોહીબિશન એકટ હેઠળ કાયદેસર  કાર્યવાહી કરવામાં  આવેલ  છે.


Download Our B K News Today App



Related News