ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતે અગમ્ય કારણોસર કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાતાના વીડિયો થયા વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 10:49:56
  • Views : 911
  • Modified Date : 2022-04-13 10:49:56

ડીસા શહેરના નવા બસટેન ખાતે આજે કોઈ અગમ્ય કારણોસર કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેનો સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી કરતાં હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

ડીસા શહેરમાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આજે લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ મારામારી જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે વધુ એક મારામારીની ઘટના ડીસા ના નવા બસ સ્ટેન્ડ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે સર્જાઈ હતી હાલમાં ડીસા કોલેજ માં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે જેના કારણે ગ્રામીણ વિસ્તારમાંથી બસ મારફતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજમાં પરીક્ષા આપવા માટે આવતા હોય છે જેના કારણે ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતે રોજના અનેક વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ ખાતે ભેગા થતા હોય છે ત્યારે આજે ડીસા શહેરના નવા બસટેન ખાતે કોઈ અગમ્ય કારણોસર ડીસા ડી એન પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી આ મારામારીમાં વિદ્યાર્થીઓ લાકડી વડે અન્ય વિદ્યાર્થીને માર મારતાં સ્થાનિક લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો મારામારીની ઘટના સર્જાતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા પરંતુ ઝઘડો શાંત કરવાના બદલે વિદ્યાર્થીઓ માત્ર તમાશો જ જોતા હતા. હાલમાં દરેક વિદ્યાર્થીના માતા-પિતા પોતાના પુત્ર હોય કે પછી પુત્રી તેના પર મોટો વિશ્વાસ મૂકીને તેને અભ્યાસ સાથે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં મૂકતા હોય છે પરંતુ પોતાનો પુત્ર શહેરી વિસ્તારમાં અભ્યાસ અર્થે આવે તો છે પરંતુ તે ગુનાહિત ઘટના તરફ ધકેલાઈ જતું હોય છે તેની માતા પિતાને જાણ પણ હોતી નથી ત્યારે આવી જ ઘટના આજે ડીસા કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાતાં સામે આવી હતી આ સમગ્ર મારામારીની ઘટના નો વિડીયો સ્થાનિક લોકોએ મોબાઇલમાં બનાવી વાઈરલ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

Download Our B K News Today App



Related News