કાણોદરના નામે લગ્નમાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 11:52:21
  • Views : 2078
  • Modified Date : 2020-12-12 11:52:21

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જાન લઈને પરણવા જતાં વરરાજા અને જાનૈયાઓમાં ત્યારે ખૂબ જ ઉત્સાહ હોય છે. જેમાં પાલનપુર નજીક આવેલા કાણોદર ગામના નામે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડીજેના તાલે એક યુવાન બંદુકમાંથી ફાયરીંગ કરતો નજરે પડે છે. જાહેરમાં કરાતું આ પ્રકારનું પ્રદર્શન ટીકાને પાત્ર બન્યું છે. જાે આ વિડીયો નજીકના દિવસોનો હોય તો હાલમાં ચાલી રહેલ કોરોના સંક્રમણને લઇ જે લોકો વીડિઓમાં જાેવા મળી રહ્યા છે. તેમના કોઈના ચહેરા ઉપર માસ્ક જાેવા મળતો નથી. અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જણાઈ રહ્યો છે. જ્યારે બીજા એક વીડિયોમાં વરરાજાનો વરઘોડો નીકળ્યો છે. તેમાં વરરાજા પોતાના હાથમાં બંદૂક સાથે જાેવા મળ્યા હતા. આ વરરાજા ઘોડા ઉપર બેસીને ખરેખર પરણવા જતા હતા કે બહારવટુ કરવા  જે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ખરેખર વરરાજાના બંને હાથમાં પરિવારજનો ફૂલની છડી આપતા હોય છે. ત્યારે આ વરરાજાના હાથમાં બંદૂક જાેઈને લોકો પણ આશ્ચર્ય અનુભવતા હતા. બંને વીડિયોની પોલીસ તપાસ કરે ત્યારે સાચી માહિતી બહાર આવી શકે તેમ છે. પરંતુ
ગેરકાયદેસર રીતે બંદુકમાંથી ફાયરીંગ કરીને એક યુવક બીજા વ્યક્તિને બંદૂક સોંપી ડાન્સમાં જાેડાઈ જાય તેવો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે. જાે કે બંને વિડીયોનું બી.કે.ન્યૂઝ દૈનિક સમર્થન કરતું નથી. પરંતુ કોરોનાના સમયમાં વાયરલ થયેલા બંને વીડિયોની તંત્ર ખરાઇ કરશે તો વધુ અને સાચી વિગતો જાણવા મળી શકશે.

Download Our B K News Today App



Related News