પાટણના ચાણસ્મામાં યુવતીએ આત્મહત્યા કરતા પહેલાનો વિડિઓ વાઇરલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 17:47:54
  • Views : 37284
  • Modified Date : 2021-05-21 17:47:54

    ચાણસ્મા-હારીજ હાઇવે પર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ જાણે લોકોને મરવા માટે હોય એમ અવારનવાર મોતની છલાંગ લગાવવાના કિસ્સા સામે આવતા હોય છે. ગુરુવારે બપોરના સુમારે ઘરેથી જાનમાં ગયેલી યુવતી એકાએક ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલી રામગઢ અને કમ્બોઈ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાં પોતાના મોબાઈલમાં પોતાના મૃત્યુ પાછળનું કારણ દર્શાવતો વીડિયો બનાવી પોતાની મોટી બહેનને સેન્ડ કરી મોતની છલાંગ લગાવી છે, જેની લાશ હજુ સુધી બહાર આવી નથી.

    યુવતીના પિતાજીએ ચાણસ્મા પોલીસ મથકે યુવતી રાત્રે ઘરે પાછી નહીં આવવાની જાણવાજોગ અરજી ગુરુવારે રાત્રે આપી છે. આ અંગે એએસઆઇ ગોહિલે જણાવ્યું હતું કે પિતાએ જાણવાજોગ અરજી કરી છે. બે વખત તપાસ કરવામાં આવી છે, પરંતુ કોઇ લાશ મળી નથી. હજી પણ તપાસ કરવામાં આવી રહી છે.ચાણસ્મા તાલુકાના ખીમિયાણા ગામના ઠાકોર રમણજી ચતુરજીની દીકરી ઠાકોર વસંતીબેન 24ના લગ્ન ચાણસ્મા ઠાકોર મુકેશજી ગણેશજી સાથે સાત વર્ષ પહેલાં થયાં હતાં. તેને એક 5 વર્ષનો દીકરો છે. યુવતી છેલ્લા ત્રણ-ચાર માસથી પોતાના પિયરમાં રહેતી હતી. ગુરુવારે સવારે બ્રાહ્મણવાડા લગ્નપ્રસંગે ગઇ હતી. ત્યાંથી બપોરના સુમારે નીકળી ગઇ હતી, જેમાં રામગઢ અને કમ્બોઈ વચ્ચે આવેલી નર્મદા મુખ્ય કેનાલના કિનારે બેસી મરવાનું કારણ દર્શાવતો વીડિયો બનાવી પોતાની બહેનને મોકલી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.


    આજુબાજુના લોકોને જાણ થતાં દૂરથી જોતાં ખેડૂત મજૂરો ત્યાં દોડી ગયા હતા અને ડૂબતી બચાવવા દોરડા લાવી કોશિશ કરી હતી, પણ યુવતી આખરે ડૂબી ગઇ હતી. તેના પિતાજીને ખબર પડતાં ચાણસ્મા પોલીસ મથકે જાણવાજોગ દીકરી ગુમ થવાની અરજી આપી હતી. એ અનુસાર ચાણસ્મા પોલીસે સ્થળ પર આવી તપાસ આદરી હતી.

    વસંતીએ મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવતાં પહેલાં કેનાલની દીવાલ પર બેસીને વીડિયો ઉતારતાં જણાવ્યું હતું કે હું આ કેનાલમાં પડીને મરીશ. મારું મરવાનું એક જ કારણ છે કે વિષ્ણુ ભાભર તેનું ગામ દેલવાડા. તેણે મને લગ્નના વાયદાઓ કર્યા પછી બીજી છોકરી સાથે પ્રેમસંબંધ બાંધી મારા સાસરિયાંમાં બધે મને બદનામ કરી ક્યાંયની રાખી નહીં. એને કારણે હવે મને મરવા સિવાય બીજો કોઈ આરો નથી તે હાલ મોરબીમાં રહે છે. આશીર્વાદ હોટલમાં નોકરી કરે છે.નવા બસ સ્ટેન્ડ સામે તેની હોટલ છે. તેનું ગામ નેસડા, સાચું ગામ દેલવાડા ભાભરનો છે. તેના પપ્પા મંગળ તેની માનું નામ ચંપા છે. તેનું નામ વિષ્ણુ છે તે જે છોકરીને બોલાવે છે તેને કારણે મારી જિંદગીની મા બેન એક કરી નાખી છે. માટે તેને સજા આપજો. હું હવે રહેવાની નથી, કહી વીડિયો તેની બહેનને સેન્ડ કર્યો હતો. તેવું તેના પપ્પા રમણજી ઘટનાસ્થળે આવ્યા હતા તેમણે જણાવ્યું હતું અને વીડિયો આપ્યો હતો.


Download Our B K News Today App



Related News