બનાસકાંઠા જિલ્લાના જાબડીયા ગામના નિર્મલ દેસાઈનો વિડિઓ ગુજરાતમાં ફેમસ થયો : લોકશાહીના માં નોંધપાત્ર વધારો થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-29 11:54:06
  • Views : 919
  • Modified Date : 2021-11-29 11:54:06

 

નાના કદના દેખાતા ૧૩ વર્ષીય નિર્મલ દેસાઈ ડીસા તાલુકા ના જાબડીયા ગામનો વતની છે. 13 વર્ષની ઉંમર છતાં તેની ઊંચાઇ વધતી નથી. જેના પગલે તેના પરિવારના લોકો ચિંતિત હતા. પરંતુ તલાટી તરીકે નોકરી કરતા તેના મામાએ તેની અંદર પડેલી આંતરિક શક્તિઓને ઓળખી તેના વિડીયો બનાવ્યા. છેલ્લા એક વર્ષથી રાજ્ય અને દેશમાં ચાલતા અલગ-અલગ મુદ્દાઓને લઈને જોષ અને ઝનુન થી ભરેલા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.

 

- LRD ની ભરતીનો વિડિઓ વાયરલ

 

 જે બાદ કિશોરે સોશિયલ મીડિયામાં હાલમાં ચાલી રહેલ LRD ભરતીના વિડિયો સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાયરલ થતાં નિર્મલ સોશિયલ મીડિયામાં સૌથી વધારે લોકપ્રિય બન્યો છે. ધોરણ સાતમાં અભ્યાસ કરતો કિશોર નો વિડીયો હાલમાં વાયરલ થતા અનેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. કોઈપણ ડાયલોગ માત્ર 10 મિનિટમાં કિશોર તૈયાર કરી દે છે. તેવી તેનામાં અદ્ભુત શક્તિ રહેલી છે જેના કારણે હાલમાં અલગ-અલગ પ્રકારે ચૂંટણી હોય કે પછી પોલીસ ભરતી તમામ પરા કિશોર વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી રહ્યો છે વીડિયો વાયરલ થતાં લોકો પણ કિશોરને વખાણી રહ્યા છે

 

નિર્મલ દેસાઈ અને તેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં લોકપ્રિય બની રહ્યા છે. એલઆરડી ભરતી ગુજરાતનું સૌથી મોટો વિષય છે. તેના લગતા જોશ અને જનૂન થી ભરેલા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ છે. પરિવારના લોકો નિર્મલ રીતે આગળ વધે અને ભગવાને ભલે તેને ઊંચાઈના આપ્યું હોય પરંતુ તે જીવનની ઊંચાઈઓ સર કરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

 

આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે આજે નાનાથી માંડી મોટા સૌ કોઈ લોકપ્રિય બનવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી રહ્યા છે પરંતુ ક્યારેક એવા વિડિયો આવી જતા હોય છે કે જેના થકી લોકોમાં અનેક ચર્ચાઓ થતી હોય છે ત્યારે નિર્મલ આજે સોશિયલ મીડિયામાં સૌથી વધારે લોકપ્રિય બન્યો છે. જેના કારણે આગામી સમયમાં તેનું ભવિષ્ય ઉજળું બને તે માટે તેના પરિવારજનો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News