આરોગ્યકર્મીઓની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 16:08:33
  • Views : 93
  • Modified Date : 2023-11-25 16:08:33

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્યકર્મીઓની દારૂપાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. શિયાબાગ આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓની દારૂપાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. પોલીયો દિવસે બપોરના સમયે આ દારૂની મહેફિલ યોજાઇ હતી. ફેબ્રુઆરી મહિનાનો વડોદરાનો વીડિયો હાલ વાયરલ થયો છે.આરોગ્યકર્મી વિકુશ રાણા સહિત 8 શખ્સોની દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. અન્ય લોકો મનપાના કર્મચારીઓ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આરોગ્યકર્મીના દારૂપાર્ટી મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યુ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ જણાવ્યુ કે વાયરલ વીડિયો મુદ્દે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દારૂપાર્ટીમાં કોણ કોણ સામેલ હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. જૂનો વીડિયો હોવાથી સેમ્પલ લઇને તપાસ કરવી મુશ્કેલ છે.ડૉ.શીતલ મિસ્ત્રીએ જણાવ્યુ કે કર્મચારીઓ દોષિત જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ અને કાયમી કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે. તો દોષિત કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી માટે કાયદાકીય સલાહ લેવામાં આવશે.

Download Our B K News Today App



Related News