ગેનીબેન ઠાકોરનો ઘૂંઘટમાં ભાષણ આપતો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ : સામાજિક રીતરિવાજ, પરંપરા અને વડીલોની મર્યાદા જાળવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-15 11:59:11
  • Views : 771
  • Modified Date : 2021-11-15 11:59:11

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો ઘૂંઘટમાં ભાષણ આપતો વીડિયો શોસ્યલ મીડિયામાં વાયરલ થયો છે..તેમની સાસરીમાં લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઘૂંઘટમાં ભાષણ આપી સામાજિક પરંપરાની સાથે વડીલોની મર્યાદા પણ જાળવીહતી

 

બનાસકાંઠા માં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નો વધુ એક વીડિયો વાયરલ થયો છે. દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોર ની સાસરી હોઇ અહીં લાયબ્રેરી ના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પર ઘૂંઘટ માં ભાષણ આપતા નો વીડિયો સોશ્યલ મીડિયા માં વાયરલ થયો છે ...

 

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નો ઘૂંઘટ માં ભાષણ આપતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે સામાન્ય રીતે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો સામાજિક રીતરિવાજ અને પરંપરાને આજે પણ એટલું જ મહત્વ આપે છે. દિયોદર તાલુકાના કોતરવાડા ગામે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના હસ્તે લાઇબ્રેરી નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.આ કોતરવાડા ગામ ગેનીબેન ઠાકોર ની સાસરી હોઈ કાર્યક્રમની સાથે સાથે વડીલોની મર્યાદા અને પરંપરા પણ જાળવી હતી. આ જાહેર કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં જ ભાષણ આપ્યું હતું અને આમ ઘૂંઘટમાં ભાષણ આપી તેમણે સામાજિક રીતરિવાજ,  પરંપરા અને વડીલોની મર્યાદા જાળવી હતી ઘૂંઘટમાં ધારાસભ્ય એ આપેલો ભાષણ નો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે . 

Download Our B K News Today App



Related News