વામી પે. કેન્દ્ર શાળામાં શિક્ષિકાઓનો વિદાય સન્માન સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 07:35:33
  • Views : 495
  • Modified Date : 2019-04-09 07:35:33

થરાદ તાલુકાની વામી પ્રાથમિક શાળામાં રેખાબેન ગૌસ્વામી અને વૈશાલીબેન પટેલનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ અંબાલાલ જાષી, માજી સરપંચો, પંચાયતના સભ્યો, એસએમસીના કો.ઓર્ડીનેટર  વિક્રમભાઈ બ્રાહ્મણ, શાળાના આચાર્ય સામજીભાઈ પટેલ  તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળામાં સતત આઠ વર્ષ સુધી સેવા આપનાર રેખાબેન ગૌસ્વામી અને સતત પાંચ વર્ષ સુધી સેવા આપનાર વૈશાલીબેન પટેલ  પોતાના જીવનના આ શાળામાં વિતાવેલ સોનેરી સમયને સંસ્મરણાં વાગોળતાં ભાવવિભોર બન્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમને ભવિષ્યના જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગ્રામજનો પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા તેમને ભેટ સોગાંદ આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમાને પણ શાળામાં તિથીભોજન આપ્યું હતુ. આ સફળ કાર્યક્રમનું સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક મનોજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News