સરાલ અનુપમ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 03:06:58
  • Views : 1292
  • Modified Date : 2019-04-26 03:06:58

ધાનેરા તાલુકાના સરાલ ગામની સરાલ અનુપમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા  ધોરણ ૮ ના બાળકોનો ગુરુવારે સ્કૂલના સ્ટાફ દ્વારા વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૮ ના વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ અને પ્રતિભાવો આપી વિદાય ગીત  રજૂ કરી તમામ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શિક્ષકો તેમજ બાળકો સામે રજુ કરવામાં આવ્યા હતા. વિદાય લેતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલના સંભારણા માટે સ્કૂલમાં તેમને  વોટર જગ તેમજ સ્કૂલ કેમ્પસ બેલ યાદગીરી માટે સ્કૂલમાં ભેટ આપી હતી. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓના વિદાય પછી સ્કૂલના શિક્ષક સ્ટાફ સાથે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ગુરૂજીઓ સાથે નાસ્તાની મજા માણી હર્ષની લાગણી અનુભવી હતી. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓના વિદાય કાર્યક્રમમો સરાલ અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય ગિરધરભાઈ ચૌધરી,  હરેશભાઈ, રમેશભાઈ, નિલેશભાઇ, વિપુલભાઇ, મુકેશભાઈ, ભીખાભાઈ, લક્ષ્મીબેન, સરોજબેન, હેતલબેન, સુમિત્રાબેન, સરાલ અનુપમ પ્રાથમિક શાળાના એસ.એમ.સી. સમિતિના અધ્યક્ષ દિનેશભાઇ પટેલ તથા સરાલ અનુપમ પ્રાથમિકશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ ગુરૂજીઓને કંકુ તિલક કરીને આર્શીવાદ પણ લીધા હતા. ત્યારબાદ સરાલ અનુપમ પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ ગિરધરભાઇએ  વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ઉતરો ઉત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Download Our B K News Today App



Related News