પશુપાલન પોલીટેકનિક દ્વારા યોજાયેલ વિદાય સમારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:17:37
  • Views : 416
  • Modified Date : 2019-06-07 11:17:37

પશુપાલન પોલીટેકનિક, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર દ્વારા તારીખ ૦૩/૦૬/૨૦૧૯ ના રોજ છઠ્ઠી બેચના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારંભમાં ડો. ડી.વી. જોષી, ડીન અને આચાર્ય, વેટરનરી કોલેજ, ડો. જે. કે. પટેલ, આચાર્ય, પશુપાલન પોલીટેકનિક, ડો. સરિતા દેવી, ડો. એચ. એ. પટેલ, ડો. ડી.વી. પરમાર અને ડો. આર એસ. પરમાર ઉપસ્થિત રહેલ હતા. સૌ પ્રથમ ડો. જે. કે. પટેલ, આચાર્ય, પશુપાલન પોલીટેકનિક દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ અને તમામ ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધે તે માટે શુભેચ્છાઓ પાઠવેલ. ડો. એચ. એ. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ઓથ લેવડાવવામાં આવ્યા હતા. ડો. ડી. વી. જોષી, ડીન અને આચાર્ય, તેમના પ્રમુખ સ્થાનેથી આપેલ પ્રવચનમાં જણાવેલ કે પશુપાલન ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પેરા વેટરનિયનનો મહત્વનો ફાળો રહેલ છે અને આપ આ ફિલ્ડમાં સહભાગી થઇ આ પશુપાલન ક્ષેત્રને ઊંચી ક્ષિતિજો તરફ લઈ જાવો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં ડો. આર. એસ. પરમાર, મદદનીશ પ્રાધ્યાપક દ્વારા સૌનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. 


Download Our B K News Today App



Related News