ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી ૫.૭૬ લાખના દારૂ ભરેલ ગાડી ઝડપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 12:47:26
  • Views : 541
  • Modified Date : 2019-06-11 12:47:26

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ તથા થરાદ વિભાગના દારૂના વેચાણ અને હેરાફેરીને  સંપૂર્ણ  રીતે નાબૂદ કરવા સૂચના આપેલ. જે અંતર્ગત ધાનેરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.પ્રજાપતિ તથા તેમની ટીમના જશવંતસિંહ,રાસેંગભાઇ,સુરેશભાઇ, વિજયસિંહ, જબ્બરસિંહ, અરજણાજી, મનોહરસિંહ, સુરેશભાઇ, રમેશભાઇ સહિતના પોલીસ સ્ટાફ સાથે નેનાવા ચેકપોસ્ટ પાસે સઘન વાહન ચેકિંગમાં હતા.ત્યારે રાજસ્થાન તરફથી આવતી ટાટા હાઇવો ગાડી નં. જીજે ૧૨-રૂ-૯૭૭૦ વાળાને ઉભી રખાવી જેની તપાસ હાથ ધરવામાં આવતા તેમાં ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૪૫૦૦ કે જેની કિ.રૂ. ૫, ૭૬૦૦૦ તથા હાઇવા ડમ્પર ગાડી કે જેની કુલ કિમત રૂ. ૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કે જેની કુલ કિ.રૂ. ૫૦૦૦નો મુદામાલ મળી કુલ મુદામાલ રૂ. ૧૫,૮૧૦૦૦  ના મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.જેમાં ગાડીના ચાલક સુખરામ બાલુરામ વિશ્નોઇ (રહે. ખારાડેર ઓગાલા, તા. સેડવા, જિ.બાડમેર (રાજસ્થાન) વાળાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ બનાસકાંઠામાં રેતીની ખનીજ ચોરી કરીને રોજના ૨૦૦ જેટલા હાઇવા રાજસ્થાનમાં જાય છે અને તે પરત ખાલી  આવતા હોય છે તે બાબતે પોલીસ ક્યારેય તપાસ કરતી નથી. પરંતુ આ એક ઝડપાઇ ગયેલ છે તો રોજ પસાર થતા હાઇવે પણ પોલીસ તપાસ કરે તો તેમાંથી પણ મળી આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.પરંતુ પોલીસ આવા હાઇવેને ક્યારેય તપાસતી નથી.


Download Our B K News Today App



Related News