ડીસા તાલુકાની આખોલ ગ્રામ પંચાયત પર મહિલા સરપંચ તરીકે કમળાબેન પરમારનો વિજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-22 11:31:52
  • Views : 536
  • Modified Date : 2021-12-22 11:31:52

ડીસા તાલુકાની આખોલ ગ્રામ પંચાયત પર મહિલા સરપંચ તરીકે કમળાબેન પરમાર નો વિજય થયો હતો આજે ફૂલગુલાબી ઠંડી વચ્ચે સવારથી જ ડીસા તાલુકાની ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થઈ હતી જેમાં એ સી ડબલ્યુ સ્કૂલ ખાતે સવારથી જ ડીસા તાલુકાના અને ગામના સરપંચો પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા જ્યાં વિજેતા ઉમેદવારોનું સમર્થકો દ્વારા ફુલહાર પહેરાવી વરઘોડો નિકાળવામાં આવ્યું હતું ત્યારે આજે સાંજ તાલુકાની સૌથી રસાકસીભરી ગ્રામ પંચાયતની ચૂંટણી આખોલ ગ્રામ પંચાયત પર આજે મહિલા સરપંચ તરીકે કમળાબેન પરમાર નો વિજય થયો હતો છેલ્લા દસ વર્ષથી આખોલ ગામ પંચાયત પર ભરતભાઈ ધુંખ દ્વારા સરપંચ પદ સાંભળવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે યોજાયેલી આ આખોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન જોવા મળ્યું છે. જેમાં આખોલ ગામના વતની કમળાબેન પરમાર પોતાના પતિ ની આખરી ઇચ્છા પૂર્ણ કરવા માટે આ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યા હતા અને ગામલોકોના દરેક સમાજના સાથ અને સહકારથી આજે તેમના પતિની ઇચ્છા પૂર્ણ કરી 245 મતથી તેઓ વિજયી બન્યા હતા ત્યારે ચોક્કસથી કરી શકાય કે આજે યોજાયેલી ડીસા તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતો પર પરિવર્તન જોવા મળ્યું હતું ત્યારે આજે આખો ગ્રામ પંચાયત પર કમળાબેન પરમાર નો વિજય થતા ગામલોકોએ ડીજેના તાલ સાથે મોટો વરઘોડો કાઢવામાં આવ્યું હતું જે વરઘોડો ડીસાના ગાયત્રી મંદિરથી મહાકાળી માતાના મંદિર સુધી પહોંચ્યું હતું જ્યાં કમળાબેન ના સમર્થકો મોટી સંખ્યામાં ડીજેના તાલે ઝુમી ઉઠયા હતા

Download Our B K News Today App



Related News