ધંધુકામાં સગીરના રેગિંગ મામલે પીડિતના વાલી વિફર્યા, પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કરી બબાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 16:35:50
  • Views : 21
  • Modified Date : 2025-03-10 16:35:50

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે. હકીકતમાં, ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે ધોરણ 11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં જાતીય સતામણી સહિત માનસિક ઉત્પિડન કરવામાં આવતું હતું. સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી હેઠળ પોલીસ આરોપીને પોલીસ સ્ટેશન લાવી હતી, તે દરમિયાન પીડિતનો પરિવાર રોષ ભરાતા મામલો બગડ્યો હતો. પીડિતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને બબાલ કરતાં પોલીસ અને પીડિત વિદ્યાર્થીના પરિવાર વચ્ચે ઝપાઝપી થઈ હતી.

પોલીસ અને પીડિત પરિવાર વચ્ચે ઝપાઝપી

ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગ મુદ્દે પોલીસે પાંચ આરોપી સામે પોક્સો, આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે ધંધુકા પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હેઠળ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. જે દરમિયાન આરોપીઓને જોઈ પીડિત વિદ્યાર્થીના પરિવાર રોષે ભરાયા હતાં. બાદમાં મામલો વકર્યો અને વાલીઓ તેમજ પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. સમગ્ર મામલે પોલીસ પીડિતના પરિવારને શાંતિ જાળવવા અપીલ કરી રહી હતી. પરંતુ, આરોપીઓને જોઈ પીડિત વિદ્યાર્થીના પરિવારજનો બેકાબૂ બનતાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.

Download Our B K News Today App



Related News