લોકડાઉનમાં નડેશ્વરી ધામે બની વિચિત્ર ઘટના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 11:47:50
  • Views : 674
  • Modified Date : 2020-04-19 11:47:50

ભારત પાકિસ્તાન બોર્ડર
પર આવેલ બનાસકાંઠાના નડાબેટ ખાતે વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં લોકડાઉનના કારણે ઘરે જવા ન મળતા કંટાળેલા પરપ્રાંતિય યુવકે તિક્ષણ હથિયાર વડે
પોતાની જ જીભ કાપી નાખી હતી.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે સમગ્ર દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન કરી દીધું છે. જેના કારણે સમગ્ર દેશમાં જે લોકો જ્યાં રહેતા હોય ત્યાં જ રહેવા માટે સરકારે અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક પરપ્રાંતીય લોકો ધંધાર્થે આવ્યા હતા અને લોકડાઉનના કારણે ફસાઈ ગયા છે. જે દરમિયાન ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સુઇગામ તાલુકાના નડાબેટ ગામે આવેલ નડેશ્વરી માતાજીના મંદિરે પણ કામકાજ ચાલતું હોય અનેક
પરપ્રાંતીય મજૂરો અહીં કામ માટે આવ્યા હતા. હાલમાં લોકડાઉનના કારણે મંદિરનું કામ બંધ હોવાથી આ પરપ્રાંતીય લોકો નડાબેટ ગામમાં રોકાયા છે. પરંતુ લોકડાઉન  હોવાના કારણે આ લોકો નથી તો ઘરની બહાર જઇ શકતા કે નથી પોતાના વતન. તેથી કંટાળી ગયેલા મધ્યપ્રદેશના વિવેક શર્મા નામના યુવકે  નડેશ્વરી માતાજીના મંદિરમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પોતાની જીભ કાપી નાંખી હતી. જોકે તે સમયે બીએસએફના જવાનો જોઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવના
પગલે મંદિરના ટ્રસ્ટીઓ પણ
હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Download Our B K News Today App



Related News