મંત્રી વિભાવરીબેન દવે યાત્રાધામ અંબાજીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 11:00:09
  • Views : 461
  • Modified Date : 2019-08-04 11:00:09

ગુજરાતના લોકપ્રિય ધામ અંબાજીમાં આવનારા દિવસોમાં ભાદરવી મહાકુંભ યોજવા જઈ રહ્યો છે. આ પર્વને લઇને પણ તંત્ર તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરાઈ દેવાઈ છે. ત્યારે અંબાજીના અગ્રવાલ સમાજમાં યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને "ભાદરવી પૂનમીયા સેવા સંઘ" ની જાહેર મીટિંગનું આયોજન કરવામા આવ્યું છે. આ મીટિંગમાં ગુજરાતભરમાંથી આવતા સેવા સંઘના પ્રતિનિધિઓ અને કમિટિના સભ્યો હાજર રહેશે. સાથે બનાસકાંઠા જિલ્લાના વહીવટી અને પોલીસ તંત્રના અધિકારીઓ હાજર રહી ભાદરવી મહામેળા ૨૦૧૯ ના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથે આખા ગુજરાતમાંથી વિવિધ સંઘોના પ્રતિનિધિ પણ હાજર રહેશે.  ત્યારે અંબાજીની
સ્થાનિક સમસ્યા વિષે યાત્રાધામ મંત્રી કાયમી નિવેડો લાવે તેવી માંગ ઉઠવા પામી છે.   અંબાજી ગુજરાતનું અને દેશનું નંબર વન યાત્રાધામ છે આ ધામમાં વર્ષે દહાડે લાખો કરોડો માઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ ધામની સ્થાનિક સમસ્યાઓ કાયમી ધોરણે ઉકેલે તેવી માંગ પ્રબળ બની છે. અંબાજીમાં ગંદકી, સફાઈ અભિયાન,રોડ - રસ્તાની કામગીરીથી અંબાજીની સ્થાનિક જનતા ભારે હેરાન પરેશાન થઇ છે. ત્યારે આ બાબતે ગુજરાત સરકાર અને યાત્રાધામ વિભાગ અંબાજી માટે સ્પેશ્યલ પેકેજ આપી આ ધામની સમસ્યાઓથી કાયમી ધોરણે મુક્તિ આપે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News