અંબિકા સુગરકેન્ડી ફેક્ટરીમાંથી ૭૦૦ કિલો ભેળસેળ યુક્ત જથ્થો સીલ ડીસાની જી.આઇ.ડી.સી.માં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 11:40:41
  • Views : 454
  • Modified Date : 2019-11-28 11:40:41

બનાસકાંઠાના ડીસામાં આવેલી સુગરમિલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. જેમાં શંકાસ્પદ અખાદ્ય સાકરીયાના સેમ્પલ લઇ ૭૦૦ કિલો જથ્થો ફૂડ વિભગે સીલ કર્યો છે . બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી વિસ્તારમાં અનેક ભેળસેળ યુક્ત વસ્તુઓનું સેવન થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા ડીસાના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં વેપારીઓને ત્યાં દરોડા પાડી ભેળસેળ યુક્ત વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય વીત્યા પછી ફરીથી આ વેપારીઓએ ભેળસેળ કરવાનું ચાલુ કરી દીધું હતું અને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભેળસેળ યુક્ત તેલ, ગોળ, સાકરીયા, ખાંડ, ચા પત્તી જેવી અનેક ચીજ વસ્તુઓ બને છે અને બજારોમાં મોટા ભાવે વેચવામાં પણ આવે છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ ફરીથી
વેપારીઓ ધંધો શરૂ કરી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં આવેલી જી.આઇ.ડી.સી.માં સાકરીયા અને હારડા બનાવતી મિલોમાં ભેળસેળ થતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે બુધવારે  પાલનપુર ફૂડ વિભાગની ટીમે ડીસા જી.આઇ.ડી.સી.માં આવેલી અંબિકા સુગર મિલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ તપાસ કરતા સુગર મિલમાં શંકાસ્પદ અખાદ્ય સાકરીયાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અધિકારીઓએ સાકરીયાના સેમ્પલ લઇ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. જ્યારે ૭૦૦ કિલો અખાદ્ય સાકરીયાનો જથ્થો સીઝ કર્યો છે. ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી અન્ય ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ડીસામાં આવેલી જી.આઇ.ડી.સી.માં ભેળસેળ યુક્ત ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થાય છે. તંત્ર દ્વારા અવાર નવાર સેમ્પલો લઈ જવામાં આવે છે ત્યારે સેમ્પલોનો કોઈ રિપોર્ટ આપવામાં આવતો નથી કે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. જો અધિકારીઓ આ બાબતને ધ્યાનમાં લે તો ભેળસેળ યુક્ત ચીજ વસ્તુઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે તેમ છે. ત્યારે ગતરોજ ડીસા અંબિકા સુગર કેન્ડી નામની ફેકટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી સાકરીયાના ૪ સેમ્પલો લેવામાં આવ્યા તેમજ ૭૦૦ કિલો (૧૪ કટા) માલ સીલ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News