કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા છોડશે કોંગ્રેસનો હાથ, ધારાસભ્ય પદ પરથી આપશે રાજીનામું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-04 14:03:17
  • Views : 70
  • Modified Date : 2024-03-04 14:03:17

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. અંબરીશ ડેરના કોંગ્રેસના છોડવાના સમાચાર વચ્ચે હવે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રસ પક્ષ છોડશે તેવી માહિતી સામે આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે તેવી માહિતી સામે આવી છે. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસમાં આ મોટું ભંગાણ માનવામાં આવે છે.એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત પહોંચવાની છે, લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું છે, તેવા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે.અંબરિશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસનો સાથ છોડશે.તેઓ ટૂંક સમયમાં ધારાસભ્યા પદ પરથી રાજીનામુ આપશે. રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ કોંગ્રેસમાં આ મોટું ગાબડું  પડશે.અર્જુન મોઢવાડિયા ન માત્ર કોંગ્રેસ પક્ષને છોડશે, પરંતુ ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી રહી છે. 7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે. જો કે ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે.આજે અથવા આવતીકાલે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે.અત્યારે ગુજરાતમાં કોંગ્રેસના જે ધારાસભ્યો બાકી રહ્યા હતા, તે પૈકીના અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે.પોરબંદરમાં જાતિનું જે સમીકરણ છે, મેર અને લેઉવા પાટિદારનું ત્યાં પ્રભુત્વ છે.એટલે જ સ્વાભાવિક રીતે જ જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે, કે જ્યાં મનસુખ માંડવિયા પહેલી વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે, તે બેઠક વન વે થવા સાથે હાઇએસ્ટ માર્જિન જોવા મળી શકે છે.

Download Our B K News Today App



Related News