વેસ્મા કાળાકાછા માયનોર નહેર થઇ ઓવરફ્લો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-08 17:39:34
  • Views : 143
  • Modified Date : 2023-06-08 17:39:34

વેસ્મા કાળાકાછા નહેરનું ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. વેસ્મા કાળાકાછા નહેર ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સડોદરા પાસેથી પસાર થતી કેનાલમાં પાણી ઓવરફ્લોથઇ ગયું. જ્યારે આ અંગે સિંચાઇ વિભાગને જાણ કરવામાં આવી. ત્યારે નહેરના વાલને તાત્કાલિક ધોરણે બંધ કરીને પાણીને રોકવામાં આવ્યું. સિંચાઇ વિભાગે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે કોઇ અજાણ્યા શખ્સે નહેરના વાલ સાથે ચેડાં કર્યાની શંકા છે. જેના કારણે નહેરનું પાણી ઓવરફ્લો થઇ ગયું.સિંચાઇ વિભાગે મંડળી અને ખેડૂતોને નહેર ઓપરેટ મુદ્દે પણ જાણ કરી. જો કે આ તપાસનો વિષય છે કે કઇ રીતે નહેરનો વાલ ચાલુ થયો અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો. આગામી સમયમાં ફરી આવું ન બને તે માટે પણ તકેદારી રાખવી જરૂરી છે. સિંચાઇ વિભાગની આ બેદરકારીને કારણે કેટલાય લિટર પાણીનો વેડફાટ થયો છે. કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું જેને લઈ પાકને પણ નુકશાન પહોંચ્યું છે.

 

Download Our B K News Today App



Related News