7મીએ દીવના દરિયાકાંઠાથી 40 કિમીના અંતરે મહા ડિપ્રેશન બની જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-06 18:13:28
  • Views : 725
  • Modified Date : 2019-11-06 18:13:28

મહા વાવાઝોડા અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે  કે, આગામી 7મીએ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવશે તેમજ હાલ આ વાવાઝોડું 21 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જે વેરાવળથી 490 કિમી, દીવથી 540 અને પોરબંદરથી 400 કિમી દૂર છે. તેવામાં ગુજરાતના દરિયાકાંઠે આ વાવાજોડું પહોંચતા તે નબળું પડતુ જશે.જેના કારણે વાવજોડું  70 થી 80 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. તેમજ આ વાવાઝોડાની અસરથી ગુજરાતનાં જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ રહેશે. તેમજ  આવતીકાલે રાજ્યના સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટ જીલ્લામાં વરસાદની સંભાવનાઓ વધી હોવાનું જણાવાઇ રહ્યું છે. 

Download Our B K News Today App



Related News