ધાનેરા નગરપાલિકા વેરા વસુલાતમાં જિલ્લામાં પ્રથમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 12:01:24
  • Views : 303
  • Modified Date : 2021-04-10 12:01:24

ધાનેરા નગરપાલિકા દ્વારા આ વર્ષે વેરા વસુલાતમાં
પાલિકા દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં
પાલિકા પ્રમુખ, ચિફ ઓફિસર એસ.એમ.અંસારી તેમજ ટેક્ષ ઇસ્પેક્ટર કે.એસ.બારોટ, કસ્તુરભાઇ, રાજુભાઇ વગેરેની ટીમ સાથે બેઠક કરવામાં આવેલ. અને વેરાની વધુમાં વધુ વસુલાત કેવી રીતે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. અને તેઓએ બનાવેલ પ્લાન મુજબ કામગીરી શરૂ કરાવામાં આવતા ચાલુ વર્ષના સને ૨૦૨૦-૨૧ ના ૨૫૫.૭૪ લાખની સામે ૨૧૦.૩૩ લાખની વસુલાત કરવામાં આવેલ. એટલે કે ૮૨.૨૪ ટકા વસુલાત કરવામાં આવતા ધાનેરા નગરપાલિકા બનાસકાંઠા જિલ્લામાં વેરા વસુલાતમાં પ્રથમ ક્રમે રહી હતી. આ અંગે ટેક્ષ ઇસ્પેકટર કે.એસ.બારોટે જણાવેલ કે,
પાલિકા દ્વારા વેરા બાકીદારોને નોટીસો પાઠવી હતી. અને રીક્ષા ફેરવીને લોકોને જાગૃત કરતા ૮૨.૨૪ ટકા ચાલુ સાલે વસુલાત કરવામાં આવી છે. જ્યારે પાલિકાની કુલ બાકી વસુલાત ૩૭૮.૬૯ લાખ હતી. જેમાંથી ૨૪૯.૮૬ લાખ વસુલવામાં આવ્યા છે. જેથી કુલ બાકી વસુલાતના ૬૬ ટકા વસુલાત કરવામાં આવેલ છે .

Download Our B K News Today App



Related News