દિપાવલી પૂર્વે ધરાકી નિકળવાની વેપારીઓને આશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-01 11:09:39
  • Views : 491
  • Modified Date : 2020-11-01 11:09:39

કોરોના મહામારીને લઈને છેલ્લા આઠ માસથી
ધંધા-રોજગારને માઠી અસર થઈ હતી. લોકડાઉનનો જ્યારે ચુસ્ત અમલ થતો હતો. ત્યારે સામાન્ય પરિવારોની બચતથી મૂડી પલા ઘર ખર્ચમાં ખર્ચાઈ ગઈ હતી. ત્યાર પછી છેલ્લા પણ ત્રણેક માસથી ધંધા-રોજગાર અંશતઃ ખુલતા હવે ધીમે-ધીમે બધુ થાળે પડી રહ્યું છે. પરંતુ વેપારીઓના ચહેરા ઉપર ચિંન્તાની લકીરો જાેવા મળે છે. કેમ કે લોકો
જરૂરીયાત પરથી મર્યાદિત ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ મોંઘવારી મોઢું ફાડીને ઉભી છે. પરિણામે આ વર્ષેની
લોકડાઉનની પછીની પહેલી દિવાળીમાં વિવિઘ બજારોના વેપારીઓ થોડી-ઘણી ધરાફી નિકળવાની આશાએ જરૂર
પુરતો દુકાનમાં સ્ટોક કરી રહ્યા છે. ત્યારે ડીસાના નજરની
વેેપારીઓ શું કહ્યું તેે જાેઈએ
અહીંના રેડીમેડ કપડાંના વેપારીએ જણાવ્યું હતું કે હજુ સુધી રેડીમેડ કપડાંની દુકાનોમાં ખરીદીમાં માટે લોકો બહારના નિકળ્યાં નથી. કોરોનાને લઈને લોકોએ કપડાંની ખરીદી ઓનલાઈન કરતાં જાેવા મળ્યાં છે. જેથી આ દિપાવલીનું પર્વ ઘરાકીની દ્રષ્ટીએ મંદુ રહે તેવું લાગે છે. જ્યારે દિપાવલીના તહેવારમાં પૂજા કરતાં સુકો મેવો ઉપયોગમાં લેવાય છે. હાલ કેટલીક ડ્રાયફુટની વસ્તુઓના ભાવ ઘટ્યાં છે. આ અંગે ડ્રાયફુટના વેપારીઓએ જણાવ્યું હતું કે, લોકો જરૂરીયાત પૂરતો સુકો મેવો ખરીદશે કોરોનાના કારણે વળી નવા વર્ષે આ વખતે પરસ્પરના ઘરે જવાનું ટાળશે, એટલે સુકો મેવોની ખરીદીનું પ્રમાણ જાેઈએ ના પણ રહે. આવુ મીઠાઈ તૈયાર કરતાં કંદોઈઓ પણ કહી રહ્યા છે. મીઠાઈના ભાવ થોડા ઉંચા રહેવાની સંભાવના છે. કાચો માલ મોંધો થયો છે. તેના કારણે મીઠાઈના સ્ટોક વધુ નહીં કરે, અને કોઈપણ વેપારી મોટું જાેખમ નહીં લે, તો સોની બજારમાં વેપારીઓ પણ જે રીતે સોના-ચાંદીના ભાવ ખૂબજ ઉંચા ગયા છે. જેથી દાગીનાની ખરીદી થતી નથી અને ઉંચો ભાવ હોવાથી લોકોની ખરીદ-શક્તિ ઘટતા માત્ર ધનતેરસના દિવસે શુકન માટે ચાંદીના સિક્કાની ખરીદી લોકો કરી શકે છે. બાકી ઉત્સાહજનક ખરીદી થાય તેવું લાગતું નથી. એજ રીતે ફળ અને ફુલોનો વપરાશ આ દિવસોમાં વધતો હોય છે. નવરાત્રીમાં પણ ફુલોની ઘરાકી પણ મંદી રહી હતી.
ફુલોના હારના ભાવ ઊંચા રહ્યા હતા. તેવું જ સફરજન જેવા ફુટના હાલના ભાવ ઊંચા છે. આ દિવાળીએ છતાં વિવિઘ  બજારમાં વેપારીઓ ઘરાકી નિકળશે તેવી આશા સેવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News