ગાંધીનગરમાં પ્રસાદનું વેચાણ ૫૦ ટકા ઘટયું, વેપારીઓને ૨૫ લાખનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 11:18:36
  • Views : 326
  • Modified Date : 2020-10-19 11:18:36

ગાંધીનગરમાં નવરાત્રીના થયેલાં પ્રારંભમાં પ્રસિદ્ધ જાહેર સ્થળોએ માંડવીનું પણ સ્થાપન નહીં કરવામાં આવતાં ભાવિકોમાં રોષ સાથે નિરાશા વ્યાપી છે. જેમાં મોટાભાગનાં આયોજકો દ્વારા મંજુરી લેવામાં આળસ કરવાં સાથે આરતી અને પ્રસાદની ભીડ ટાળવા માટે માંડવી કરવામાં આવી નથી. ત્યારે પહેલાં નોરતાંથી જ પ્રસાદનાં વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ કરીને પ્રસાદીયા પેંડા, બરફી, કાજુકતરી, સિંગસાકરિયા,
કોપરાનું બૂરું, ગોળી - ચૉકલેટ વગેરે મીઠાઈ - ફરસાણવાળા દુકાનદારો પેકિંગમાં આપતાં હોવાં છતાં વેચાણ ઘટતાં અંદાજે ૨૫ લાખનું નુકસાન જશે.
ગાંધીનગરમાં કોરોના મહામારી વચ્ચે નોરતાંનો શુભારંભ થયો છે. તેમાં સરકારની ગાઇડ લાઇન અને વારંવાર યુ ટર્નનાં કારણે પ્રસિદ્ધિ જાહેર સ્થળોએ માંડવીનું
સ્થાપન કરવાનું પણ આયોજકોએ ટાળ્યું છે. પરિણામે આરતી, પૂજા કે પ્રસાદ વિતરણ નહીં થતાં દર વર્ષે અંદાજે
રૂપિયા ૫૦ લાખનાં પ્રસાદનો વેપાર કરતાં વેપારીઓ પણ નવરા થઈ ગયા છે. ગાંધીનગર જિલ્લા મીઠાઈ ફરસાણ વેપારી એસોસીએશનનાં પ્રમુખ કૌશિક સુખડીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે નવરાત્રીમાં મિઠાઈના
વેપારીઓ નવરાત્રીમાં રૂપિયા ૩૦ થી ૪૦ લાખનો પ્રસાદ વેચતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના અને સરકારનાં પ્રતિબંધના કારણે તેમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે.
ગાંધીનગરમાં વૃંદાવન સ્વીટ માર્ટના સતિશભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે, આ વખતે
પેકિંગમાં પ્રસાદ આપવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કીલો દીઠ ૫૦ રૂપિયા જ વધારો કરાયો હોવા છતાં પ્રસાદનાં વેચાણમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જાહેર સ્થળોની જેમ ન્યૂ ગાંધીનગરમાં પણ આ વખતે માંડવી ઘણી ઓછી સંખ્યામાં થઈ છે. જો કે બે પાંચ ઘર વચ્ચે આરતી પ્રસાદનું આયોજન મોટાં પ્રમાણમાં જોવા મળી રહયું છે.

Download Our B K News Today App



Related News